હઝરત પીર કયામુદ્દીન દાદાની ગૌશાળાનું ૭મી માર્ચે ઉદ્ઘાટન

0
12

કરજણ પાસે ગવર્નર ઓ.પી. કોહલી, મોરારીબાપુ, ષષ્ઠાપીઠાધિશ્વર દ્વારકેશલાલની ઉપસ્થિતિ રહેશે
સુરત, તા.૨
માંગરોળના એકલબારા હઝરત પીર કયામુદ્દીનબાવાની સ્મૃતિમાં મુસ્લિમ ટ્રસ્ટ દ્વારા ગૌશાળાનું નિર્માણ થઈ રહ્નાં છે. તેમના પુત્રો હાજી કદીરૂદ્દીન પીરઝાદા અને રફીકુદ્દીન પીરઝાદા દ્વારા નિર્મિત ગૌશાળાનું રાજ્યના ગવર્નર અો.પી. કોહલીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.
આ પ્રસંગે મોરારીબાપુ અને વૈષ્ણવાચાર્ય ષષ્ઠાધિશ્વર દ્વારકેશલાલ મહારાજ સહિત અગ્રણી ઉપસ્થિત રહી આશીર્વચન આપશે. માંગરોળના એકલબારાના હઝરત કયામુદ્દીન બાવાએ જીવનભર ગાયો પાળવા, વ્યસનમુક્તિ અને ભાઈચારાનો સંદેશ ફેલાવ્યો હતો. તેમણે ગામેગામ ફરી આપેલા આ સંદેશાને તેમના પુત્રો હાજી કદીરૂદ્દીન પીરઝાદા અને રફીકુદ્દીન પીરઝાદા દ્વારા પ્રસાર કરાઈ રહ્ના છે. હાલમાં તેમના દ્વારા કરજણ પાસે પીંગલવાડા ગામમાં સૌપ્રથમ મુસ્લિમ ટ્રસ્ટ દ્વારા ગૌશાળાનું નિર્માણ કરી ઈતિહાસ રચાઈ રહ્ના છે. આ અંગે હાજી કદીરૂદ્દીન પીરઝાદાએ જણાવ્યું હતું કે, ગાય એટલે લાખો લોકોની સંવેદનાનું પ્રતિક છે. જ્યારે દરગાહ એટલે લાખો લોકોની આસ્થાનું પ્રતિક છે. આથી પિતા કયામુદ્દીન બાવાની સ્મૃતિમાં તેમના સંદેશને જીવંત રાખવા આ ગૌશાળાનું નિર્માણ કરાયું છે.
આ પ્રસંગે રાજ્યના ગવર્નર અો.પી. કોહલી ગૌશાળાનું ઉદ્ઘાટન કરશે. જ્યારે જાણીતા સંત કથાકાર મોરારીબાપુ અને ષષ્ઠાપીઠાધિશ્વર આચાર્ય ગૌસ્વામી દ્વારકેશલાલ મહારાજ હાજર રહીને આશીર્વચન આપશે. આ સમારોહમાં રાજ્યસભાના સાંસદ અહમદ પટેલ, સાહિત્યકાર ગુણવંત શાહ અને અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY