અંજલી પાંડેએ ૯૬.૨ ટકા સિદ્ધ કરેલુ પરિણામ
અંકલેશ્વર, તા.૪
અંકલેશ્વર સ્થિત સનાતન ઈન્ટરનેશનલ એકેડેમીના વિદ્યાર્થીઅોએ હાલમાં જ લેવાયેલી સીબીએસઈ પરીક્ષામાં જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે.
એકેડેમીની અંજલી મુકેશ પાંડેએ ૧૨ કોમર્સમાં ૯૬.૨ ટકા પરિણામ મેળવ્યું છે. જ્યારે કે વિશાલ મનોજ કુશ્વાહા, ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૮૫.૪ ટકા ગુણ મેળવ્યા છે. આ ઉપરાંત અન્ય ચાર વિદ્યાર્થીઓએ પણ ૮૨ ટકા આસપાસ પરિણામ મેળવી એકેડેમીનું નામ રોશન કર્યુ છે. શાળાના ટ્રસ્ટી સહિત શિક્ષકોએ ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ આપી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



