આગાનો વડ, પાણીની ભીત સહિત ત્રણ સ્થળે ગેરકાયદે બાંધકામ તોડાયા

0
26

ગોપીપુરા છીપવાડમાં ગેરકાયદે ચાર દુકાનો તોડી પડાઈ
સુરત, તા.૪
સેન્ટ્રલ ઝોનના ડે.કમિશનર અને કાર્યપાલક ઈજનેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ નીચે મુજબનું મિલ્કતમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જેમાં વોર્ડ નં.૧૨, નોંધ નં.૨૭૬૬ અને ૨૭૬૭, આગાનો વડ નજીક, સૈયદપુરા વાળી મિલ્કતમાં મંજુર પ્લાન વિરૂદ્ધ છ્ઠ્ઠા માળે કરેલ ગેરકાયદેસર બાંધકામ અત્રેથી તા.૩-૫-૨૦૧૯ના રોજ સેન્ટ્રલ ઝોનના શહેર વિકાસ વિભાગ, દબાણ ખાતાનાં સ્ટાફ તથા સુરત મહાનગરપાલિકાનાં સિક્યોરિટી સ્ટાફની મદદથી ડીમોલીશન કરવામાં આવેલ. જે અંતર્ગત છઠ્ઠા માળે આશરે ૧૫૦૦ ચો.ફુટ આર.સી.સી. સ્લેબ, ૮૦૦ ચો.ફુટ ચણતર તથા પાકિ*ગમાં બનાવેલ દુકાનોના ચણતર કામ આશરે ૭૦૦ ચો.ફુટ દુર કરવામાં આવેલ છે. તેમજ ડીમોલીશન પેટે રૂ.૨૫૦૦૦ વહીવટી ચાર્જ વસૂલ લેવામાં આવેલ છે. તેમજ વોર્ડ નં.૧૦, નોîધ નં.૨૦૩૩, પાણીની ભીત નજીક, સોની ફળીયા વાળી મિલ્કતમાં સુરત મહાનગરપાલિકાની મંજુરી લીધા વિના ગેરકાયદેસર બાંધકામ કરતા અત્રેથી તા.૩-૫-૨૦૧૯ના રોજ સેન્ટ્રલ ઝોનના શહેર વિકાસ વિભાગ દબાણ ખાતાનાં સ્ટાફ તથા સુરત મહાનગરપાલિકાનાં સિક્યોરિટી સ્ટાફની મદદથી ડીમોલીશન કરવામાં આવેલ છે. જે અંતર્ગત સેન્ટરિંગ તથા શટરિંગ આશરે ૩૦૦ ચો.ફુટ દુર કરવામાં આવેલ છે. ઉપરાંત વોર્ડ નં.૮, નોંધ નં.૨૦૪૫ મોટી છીપવાડ, ગોપીપુરા વાળી મિલકતમાં સુરત મહાનગરપાલિકાની મંજુરી લીધા વિના ગેરકાયદેસર બાંધકામ કરતા અત્રેથી તા.૩-૫-૨૦૧૯નાં રોજ સેન્ટ્રલ ઝોનના શહેરી વિકાસ વિભાગ, દબાણ ખાતાનાં સ્ટાફ તથા સુરત મહાનગરપાલિકાનાં સિક્યોરિટી સ્ટાફની મદદથી ડીમોલીશન કરવામાં આવેલ. જે અંતર્ગત હેતુફેર વાળા બાંધકામ દુર કરી શર્ટર નંગ ૪ દબાણ ડેપો ખાતે જપ્ત કરેલ છે. વધુમાં આશરે ૬૦૦ ચો.ફુટ માપ વિસ્તારમાં પાર્કિંગ ખુલ્લુ કરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY