બિહાર વિકાસ મંડળ દ્વારા ગરીબ મહિલાઓને સાડીનું વિતરણ કરાયું

0
6

ઉત્તર ભારતીય પરંપરા મુજબ મકરસંક્રાંતિની ઉજવણી
સુરત, તા.૧૮
બિહાર વિકાસ મંડળના ઉપક્રમે મકરસંક્રાતિ વેડરોડ ઋુષિ આશ્રમમાં સાધુ સંતોને કંબલ અને નિરાધાર મહિલાઅોને સાડી આપી ઉજવણી થઈ હતી.
મકરસંક્રાતિ પર્વ સુરતીલાલાઓ પતંગ ઉત્સવ તરીકે ઉજવણી કરે છે. આ પર્વને બિહાર વિકાસ મંડળ દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે પણ ઉત્તર ભારતીય પરંપરાના નિર્વાહ કરી ૧૫-૧-૨૦૧૯ના રોજ મંગળવારે ૧૧.૩૦ કલાકે ૠષિ આશ્રમ સત્યનગરમાં પૌવા, દહી, બુંદી, તીલકુટ મહાપ્રસાદ સાથે સાધુ સંતોના ધાબળા, નિરાધાર મહિલાઅોને સાડી આપી ઉજવણી કરી હતી.
બિહાર વિકાસ મંડળ અધ્યક્ષ પ્રભુનાથ પ્રસાદ યાદવના નેતૃત્વમાં બાકે બિહારી સિંહ, કૃષ્ણા ચૌરસીયા, નંદકુમાર પંડીત, મનોજ યાદવ, દરોગાજી હરિઓમ, દિનેશ ગુપ્તા, વકીલ ચૌરસીયા, સુરેન્દ્ર શર્મા, જીતેન્દ્ર યાદવ, શ્રીકાંત પંડીત, રાજદેવ યાદવ, રાજકુમાર પંડીત, રવિન્દ્ર યાદવ, શ્રીરામ યાદવ, બલેશ ગુપ્તા, દીનાનાથ વગેરે કાર્યકર્તા કાર્યક્રમને સફળ કરવા મહેનત કરી હતી.
આ અવસર પર વિનુ મોરડીયા, શાસક પક્ષ નેતા ગિરજાશંકર મિશ્રા, સાધુ સમાજ અધ્યક્ષ વિશેશ્વરા નંદજી, મુલ મિલાવ મંદિર સંત લક્ષ્મણ જ્યોતિ મહારાજજી, સુરત મહાનગર સંઘ સંચાલક મનસુખ પાનાજી, શિક્ષણ સમિતિ ઉપાધ્યક્ષ શશિકલા યાદવ, શ્રી રામ પ્યારે, દીપક કાશીરામ રાણા મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતા.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY