અંકલેશ્વર એનસીટી અપગ્રેડેશન માટે રૂ.૩૦૦ કરોડના એમઓયુ કરાયું
અંકલેશ્વર, તા.૧૯
સમગ્ર ગુજરાતમાં ઈન્ડસ્ટ્રીયલ હબમાં નંબર વન એવી ભરૂચ જિલ્લાની અૌદ્યોગિક વસાહતોએ પણ વાઈબ્રન્ટ ગુજરાતમાં ભાગ લઈ કરોડોના એમઓયુ કર્યા છે.
ભરૂચ જિલ્લા ઉપરાંત એશિયાની સૌથી વિશાળ એવી અંકલેશ્વર પાનોલી અૌદ્યોગિક વસાહતમાંથી ૮૪૪ કંપનીઅો વાઈબ્રન્ટમાં ભાગ લઈ રહી છે. જેમાં અંકલેશ્વરમાં ઈન્ડસ્ટ્રીયલ કેમિકલ વેસ્ટમાંથી બાય પ્રોડક્ટ બનાવવા કેમિકલ વેસ્ટનો નિકાલ વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવાના પ્રોજેક્ટથી ઉપરાંત રૂ.૩૦૦ કરોડના ખર્ચે નર્મદા ક્લીનટેકના પ્લાન્ટ અપગ્રેડેશન માટે પણ એમઓયુ કરાયા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ મહેશ પટેલે જણાવ્યું હતું કે કેમિકલ વેસ્ટમાંથી બાય પ્રોડક્ટ બનાવવા તેમજ તેનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવા માટે રૂ.૭૫ કરોડના પ્રોજેક્ટના એમઓયુ કરાયા છે. જ્યારે પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી.એસ. પટેલે જણાવ્યું છે કે પાનોલી ઔદ્યોગિક વસાહતમાં રૂ.૨૫ કરોડના સીઈટીપી પ્લાન્ટ રૂ.૨૫ કરોડના ખર્ચે ઈન્ટનલ પાઈપ લાઈન અને રૂ.૨૫ કરોડના ખર્ચે એસીટી સુધીની સીધી પાઈપ લાઈનના પ્રોજેક્ટ્સ માટે એમઓયુ સાઈન કરવામાં આવ્યા છે.
જિલ્લાની અન્ય વસાહતોની વાત કરીએ તો અંકલેશ્વર પાનોલીના ૮૪૪ ઉદ્યોગો ઉપરાંત ભરૂચ દહેજના ૧૫૪, ઝઘડીયાના ૭૪, વાગરાના ૪૦૩, જંબુસરના ૬ અને વાલિયાના ૧ ઉદ્યોગો મળી કુલ ૧૪૮૨ ઉદ્યોગો વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લઈ રહ્ના છે.
જાકે આટલી મોટી સંખ્યામાં ઉદ્યોગો ભાગ લઈ રહ્ના હોવા છતાં એક યક્ષપ્રશ્ન એ છે કે કલમ ૧૮-૧-બી હજુ દૂર થઈ નથી અને એના માટેના પ્રોજેક્ટ્સ માત્ર કાગળ પર જ છે ત્યારે ઉદ્યોગો કયા આધાર પર વિસ્તૃતિકરણના એમઅોયુ સાઈન કરી રહ્ના છે એ ચર્ચાનો વિષય છે. આમ પણ સરકાર લાખો કરોડોના એમઓયુના આંકડા બહાર પાડે છે. જે ભ્રામક જ સાબિત થતા હોય છે એ સર્વ વિદિત વાત છે. ત્યારે ભરૂચ જિલ્લાના ઉદ્યોગો કુલ કેટલા કરોડના એમઅોયુ સાઈન કરે એ મહત્ત્વનું નથી પરંતુ એમાંથી કેટલા ઉદ્યોગો, કેટલા વર્ષે આ એમઓયુનો અમલ કરી શકે છે. એ જાવું રહ્નાં. કરોડોના આંકડા બતાવતી સરકાર કલમ ૧૮-૧-બી હટાવી નથી શકતી તો ઉદ્યોગો અને એમના થકી પ્રજાનો વિકાસ ક્યારે થશે એ હાલ તો ઉદ્યોગ વર્તુળમાં જ ચર્ચાનો વિષય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



