સહાય વિતરણ કાર્યક્રમમાં એનએસએસના સ્વયં સેવકો પણ જોડાયા
સુરત, તા.૧
જીવન જ્યોત ટ્રસ્ટ, અમરોલી સંચાલિત જે.ઝેડ.શાહ આર્ટસ એન્ડ એચ.પી. દેસાઇ કોમર્સ કોલેજ, અમરોલી સુરત પ્રો.વી.બી. શાહ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, આર.વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ (અં.મા.), વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુ.મા.), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ, લાયન્સ ક્લબ ઓફ સુરત-સ્પંદન, શેર એન્ડ કેર ફાઉન્ડેશન (યુનાઇટેડ સ્ટેટ્સ)ના સંયુકત ઉપક્રમે શેરડી ગામ અને સેગવા ગામ તા.ઓલપાડમાં વિનામૂલ્યે ધાબળા, સાડી અને સેનેટરી કીટનું જરૂરીયાતમંદ વિસ્તારમાં તા.૨૮-૧૨-૨૦૧૮ને શુક્રવારના રોજ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રવૃત્તિ દરમિયાન શેર એન્ડ કેર પાઉન્ડેશનના પ્રતિનિધિ મધુભાઈ શાહ, આચાર્ય ડૉ. કે.એન. ચાવડા, એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. રાજેશ ડી. રાણા, પ્રો. વિજય એમ ચૌધરી, પ્રો. જીતેન્દ્ર બી. ચૌધરી, પ્રો. નેહાબેન ઉપાધ્યાય, પ્રા.મેહુલ શાહ, પ્રા.ચિરાગ સિદ્ધપુરિયા તથા એન.એસ.એસ. સ્વયંસેવકો હાજર રહ્ના હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




