રૂ. ૪.૯૪ લાખના દારૂ સાથે ૩ની ધરપકડ
અંકલેશ્વર, તા. ૨૮
અંકલેશ્વર શહેર પોલીસ અને ભરૂચ એલસીબીના સંયુકત અોપરેશનમાં અંકલેશ્વરના કુખ્યાત બુટલેગર સજ્જુના ઘરેથી રૂ. ૪.૯૪ લાખનો વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર શહેર પીઆઈ જિજ્ઞેશ અમીન, ભરૂચ એલસીબી પીએસઆઈ ગઢવી તથા સ્ટાફે ગુરૂવારે મોડી રાત્રિએ બાબતમીના આધારે અંકલેશ્વર કાગઝીવાડમાં રહેતા કુખ્યાત બુ઼ટલેગર સજ્જુ ઉર્ફે સુજાતાવાન બશીરખાન પઠાણના જૂના ઘરે રેઈડ કરી હતી. આ રેઈડમાં સજ્જુએ કારમાં છૂપાવેલ વિદેશી શરાબની ૭૫૦ નંગ તેમજ ૧૮૦ નંગ કુલ નંગ ૩૨૬૪ નંગ બોટલો કિંમત રૂ. ૪,૯૪,૪૦૦ મળી આવી હતી. બુટલેગર સજ્જુ ફરાર થઇ ગયો હતો. જોકે પોલીસે તેની પત્ની શબાના ખાતુન તથા ભાઈ મિસ્મીલ્લાખાન અને અન્ય મહિલા ફાત્માબીબી નાઝિમ ખાન પઠાણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ વોન્ટેડ બુટલેગર સજ્જુની શોધખોળ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે સજ્જુએ વર્ષોથી દારૂનો ધંધો કરતો અને સપ્લાય કરતો કુખ્યાત બુટલેગર છે. હાલ તા. ૩૧મી ડિસેમ્બરની ઉજવણી કરવા અનેક શરાબïશોખીનો થનગની રહ્નાં છે ત્યારે પોલીસે પણ પોતાની કામગીરી વધુ તેજ અને અસરકારક બનાવી દીધી છે. નશાબંધીના કાયદાના કડક અમલ થાય એ માટે પોલીસ કટિબદ્ધ છે ત્યારે શરાબ શોખીનો હવે અન્ય સ્થળો તરફ નજર દોડાવીને ૩૧મીની ઉજવણી કરવા મજબૂર બન્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




