તકરારી મિલકત અંગે સિવિલ કોર્ટમાં દાવો ચાલતો હતો
સુરત, તા. ૨૮
પાલ વિસ્તારમાં રહેણાંક મકાન એક વ્યકિતને વેચી દીધા બાદ અન્ય વ્યકિતને સાટાખત કરી આપવાના કેસમાં અત્રેની કોર્ટે બાબુલાલ અદાણીના આગોતરા જામીન મંજૂર કર્યા હતા.
ગત તા. ૨૮/૧૧/૨૦૧૮ ના રોજ અડાજણ પોલીસ મથકમ) નોધાયેલ આ કેસની વિગત એવી છે કે, ડી-૨૦૧, વેસ્ટર્ન સોમ ચિંતામણી રેસિડેન્સી, પાલ ખાતે હિરેન બાબુલાલ અદાણી તથા બાબુલાલ અદાણીના નામે એક ફલેટ હતો. જે તેમણે ફરિયાદી સંગીતાબેન મિતુલકુમાર છુંછા (રહે. બી-૨૮, આશીર્વાદ રેસિડેન્સી, ચાઈનાગેટની પાછળ ન્યૂ સિટીલાઈટ રોડ, સુરત)ને વેચાણ આપ્યું હતું. ત્યારબાદ તેમણે તે જ ફલેટ અન્ય વ્યકિત નીતિનભાઈ વિનોદચંદ્ર શાહને વેચાણ આપવા સાટાખત લખી આપ્યો હતો. જેથી આ અંગે અડાજણ પોલીસે ઉપરોકતï બંને આરોપીઅો એવા પિતા-પુત્ર સામે ગુનો દાખલ કરી પુત્ર હિરેનની ધરપકડ કરી હતી. જે હાલ જામીન મુક્ત છે.
દરમિયાન અન્ય આરોપી બાબુલાલ અદાણીએ પોલીસ પોતાની ધરપકડ કરશે એવી બીકે અત્રેની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જેમના તરફે એડવોકેટ અશ્વિન જે. જાગડિયાએ દલીલ કરી હતી કે, આખો કેસ દસ્તાવેજી પુરાવા આધારિત છે. આ જ તકરારી ફલેટ બાબતે સિવિલ કોર્ટમાં દાવો ચાલે છે તથા ચેક રિટર્નનના કેસો પણ ચાલી રહ્ના છે, અને સમગ્ર વ્યવહાર નાણાંકીય તકરારનો છે. અરજદાર/ આરોપી વૃધ્ધ છે અને સ્થાનિક રહેવાસી છે. બન્ïને પક્ષકારોને સાંભળ્યા બાદ અત્રેની સેશન્સ કોર્ટ આગોતરા જામીન મંજૂર કરી ટાંક્યું હતું કે , અરજદાર/ આરોપીએ કોઈ ફરિયાદી કે તેના કોઈ સાક્ષીની બોગસ સહી કરી હોય કે તેના નામનું ખોટું લખાણ કરેલ હોય તો તે વાત પુરાવાનો વિષય છે અને અરજદાર/ આરોપી પોલીસ અટક કરે તો અને તો જ આગળની તપાસ શક્ય હોય તેવા કોઇ તત્વો પ્રોસીક્યુશન બનાવી શક્યતા નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




