હું તો નારિયેળ જેવો છું : અર્જુન કપૂર

0
7

મુંબઈ,તા.૧૨
હોનહાર અભિનેતા અર્જુન કપૂરે કહ્યું હતું કે હું તો નારિયેળ જેવો છું. બહારથી સખ્ખત દેખાઉં છું પરંતુ ભીતરથી એકદમ સંવેદનશીલ છું.
‘અગાઉ હું મારી બહેન અંશુલા, રિયા અને સોનમ સાથે ઘનિષ્ઠ સંબંધોથી જાડાયેલો હતો. જાન્હવી અને ખુશી સાથે નિકટતા નહોતી. પરંતુ હવે એ બંને પણ મારી આત્મીય થઇ ચૂકી છે અને એ બંનેને પણ હું ખૂબ ચાહું છું. એક સેકંડમાં એવી ઘટના બની ગઇ કે મારા પિતાને અને મારી બહેનોને મારી ખૂબ જરૃર છે એનો મને ખ્યાલ આવી ગયો. તમે એમ કહી શકો કે હું એમને માટે અત્યંત પ્રોટેક્ટિવ (સંરક્ષક જેવો ) બની ગયો છું. મને નિકટથી ઓળખનારા નારિયેળ જેવો મારો સ્વભાવ બરાબર જાણે છે. જેમને જાણ નથી એમને આ બાબતનો ખ્યાલ નથી.’
હવે અમે બધાં ભાઇબહેનો એકમેકની નિકટ છીએ અને જાન્હવી તથા ખુશી પણ અમારાં જેવાંજ સરસ વ્યÂક્ત¥વો છે એનો અમને સૌને ખ્યાલ આવી ગયો છે. નારિયેળ બહારથી સખત હોય છે પરંતુ ભીતર નરમ હોય છે. મારું પણ એવું જ છે. બહારથી હું ગમે તેટલો સખત દેખાતો હોઉં, ભીતરથી હું એકદમ નરમ છું.
જાન્હવીની જેમ અર્જુને પણ પોતાની પહેલી ફિલ્મ ઇશકઝાદેંની રજૂઆતના થોડા દિવસ અગાઉ પોતાની માતા ગુમાવી હતી એટલે એ જાન્હવીના દુઃખને બરાબર સમજી શક્યો હતો. જાન્હવીની પહેલી ફિલ્મ ધડક રજૂ થવા અગાઉ થોડા દિવસ પહેલાં શ્રીદેવીનું દૂબઇમાં અવસાન થયું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY