મુંબઈ,તા.૧૭
અભિનેતા અપરાશક્તિ ખુરાનાએ કહ્યું હતું કે મને નાનકડાં નગરોની કથા રજૂ કરતી ફિલ્મો વધુ અનુકૂળ આવે છે. મહાનગરોની કથાઓમાં ઘણીવાર વાસ્તવિકતા હોતી નથી.
બધાઇ હો ફિલ્મની જારદાર સફળતાથી રાતોરાત એ લિસ્ટના કલાકારોમાં ગણાતા થઇ ગયેલા ગાયક અભિનેતા આયુષમાન ખુરાનાના ભાઇ એવા અપરાશક્તિની પહેલી જ ફિલ્મ સ્ત્રીએ બોક્સ આૅફિસ પર ૧૦૦ કરોડની કમાણી કરી હતી. જા કે આ હોરર ફિલ્મમાં અપરાશક્તિ નહીં પણ રાજકુમાર રાવ હીરો હતો અને શ્રદ્ધા કપૂર હીરોઇન હતી. આ એક ભૂતકથા હતી અને એ ટિકિટબારી પર હિટ સાબિત થઇ હતી.
આયુષમાન અને અપરાશક્તિ બંનેની ફિલ્મો હિટ નીવડતાં બંનેને સાથે ચમકાવવાની ડઝનબંધ ફિલ્મોની આૅફર્સ એમની સામે આવી હતી. એ વિશે માહિતી આપતાં અપરાશક્તિએ કહ્યું, હા આ વાત સાચી છે. અમને મોટાં બેનર્સ તરફથી કેટલીક સરસ આૅફર્સ આવી હતી. કેટલીક સ્ટોરીઝ અમે સાંભળી પણ ખરી. જા કે અમને બંનેને સાથે ચમકાવી શકે એેવી કોઇ અસરકારક સ્ટોરી અમારા ધ્યાનમાં આવી નહોતી. વાસ્તવમાં અમને સામાન્ય રીતે નાનકડાં નગરોની કથા વધુ ગમતી રહી છે. મહાનગરોમાં એવી સંવેદનશીલ કથાઓ બહુ ઓછી જાવા-સાંભળવા મળતી હોય છે.
અપરાશક્તિને જા કે અગાઉ પણ આવી ધૂમ સફળતાનો સ્પર્શ થયો હતો. એ આમિર ખાનની વિક્રમસર્જક ફિલ્મ દંગલમાં ચમક્યો હતો. કથાના સૂત્રધાર તરીકે સેવા આપવા ઉપરાંત એણે ફિલ્મમાં એક મહ¥વનું પાત્ર ભજવ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




