શહેરમાં જુદા-જુદા બે સ્થળેથી રૂ. ૧.૩૨ લાખની મતાની ચોરી

0
6

સુરત, તા. ૧૭
શહેરમાં ચોરીના બનેલા બે બનાવમાં રૂપિયા ૧.૩૨ ïલાખની મતા ચોરાઈ હતી. આ અંગે શહેરના જુદા જુદા બે પોલીસ મથકમ)ં ફરિયાદો નોîધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ઉધના બીઆરસી હરિનગર-૩ પાસે શક્તિïનગર ઝૂંપડપટ્ટી ઘર નં. ૧૨માંથી તસ્કરો રોકડા, સોના-ચાંદીના દાગીના મળી કુલ્લે રૂ. ૪૨,૭૫૦ની મતા ચોરી કરી ગયા હતા. બનાવ સંદર્ભે મીરાબેન વિજયભાઈ બાળસકરે ઉધના પોલીસ મથકે ફરિયાદ નોîધાવી હતી. કતારગામ નવી જીઆઈડીસી આવેલ કારખાનામાંથી ત્રણ ચોર યુવકો એ ૪૭ નંગ ડીવાઈસ, ૪૭ નગ કાર્ડ, ૨ નંગ માસ્ટર કાર્ડ મળી કુલ્લે રૂ. ૯૦,૦૦૦ની મતા ચોરી કરી ગયા હતા. કારખાના માલિક કેતનકુમાર કાનજીભાઈ ભદ્રેશિયા કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોîધાવી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY