અપશબ્દો બોલતા અસામાજિક તત્વોએ પીએસઆઈ પર હુમલો કર્યો

0
124

સુરત,
તા.૨૨/૦૩/૨૦૧૮

અમરોલીમાં એરપોર્ટના પીએસઆઈ પર મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અપશબ્દો બોલતા તત્વોને પીએસઆઈ દ્વારા ટોકતા હુમલો કરવામાં આવ્યો હતો. અમરોલી પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અમરોલી વિસ્તારમાં આવેલી રાધેક્રિષ્ના હોટલ પર ગત રોજ રાત્રે એરપોર્ટના પીએસઆઈ કે.ડી. રાવલ જમવા માટે ગયા હતા. જ્યાં અસામાજિક તત્વો દ્વારા અપશબ્દો બોલવામાં આવી રહ્યા હતા. જેથી પીએસઆઈએ તેમને અપશબ્દો ન બોલવા ટોક્્યા હતા. દરમિયાન અસામાજિક તત્વોએ હુમલો કરી દીધો હતો. જેથી ગંભીર ઈજાઓ પહોંચી હતી. અને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અમરોલીમાં રાધેક્રિષ્ના હોટલ પર અસામાજિક તત્વો દ્વારા લાકડાના ફટકાથી પીએસઆઈ પર હુમલો કરવામાં આવતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી આસપાસથી પણ લોકો દોડી આવ્યા હતા. અને પીએસઆઈને તાત્લકાલિક નજીકની ખાનગી હોસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા. પીએસઆઈ પર થયેલા હુમલા અંગે અમરોલી પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY