ખોળ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા ૧ કરોડનું નુકસાન

0
110

રાજકોટ,
તા.૨૨/૦૩/૨૦૧૮

રાજકોટ-જામનગર હાઇવે પર આવેલા ખંઢેરી સ્ટેડિયમ પાસે ખોળ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. બે ફાયર ફાઇટર દ્વારા આગ પર સતત પાણીનો મારો ચાલવતા બે કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. પરંતુ ધૂમાડાના ગોટેગોટા હજુ પણ નીકળતા જાવા મળ્યા હતા. આગમાં મશીનરી અને તૈયાર માલ સહિત એકાદ કરોડનું નુકસાન થયાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત મુજબ ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ પાસે આવેલી મયંક કેટલ ફૂડ પ્રાઇવેટ લીમીટેડ નામની ખોળ બનાવતી ફેક્ટરીમાં સવારે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. બનાવના પગલે ફાયર બ્રિગેડ દ્વારા બે ફાયર ફાઇટર દોડી ગયા હતા અને બે કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. ફેક્ટરીના માલિક અંકિતભાઇ દોડી આવ્યા હતા અને જણાવ્યું હતું કે, આગમાં મશીનરી અને તૈયાર માલ સહિત એકાદ કરોડનું નુકસાન થયું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY