ભાદર ડેમે વખ ઘોળ્યુ..!! ૩૦ ગામડાની જીવાદોરી ગણાતો ભાદર ડેમ લીલો કાચ જેવો થઇ ગયો

0
100

રાજકોટ,
તા.૨૨/૦૩/૨૦૧૮

સૌરાષ્ટમાં જેના નીરના દાખલા દેવાતા તેવા ભાદર ડેમની હાલત ભયંકર થઇ ગઇ છે. હવે ભાદર માટે કહેવું હોય તો એમ કહેવું પડે કે ભાદર તારા ગંધાતા પાણી. ભાદર ડેમ જેની હાલત એટલી ભયાનક થઇ છે કે જાણે ભાદર ડેમે વખ ઘોળ્યુ હોય તેવું કહીએ તો વધારે પડતુ નહીં લાગે.

રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં આવેલો ભાદર ડેમ એક બે નહીં પરંતુ ૩૦-૩૦ ગામોને પાણી પૂરુ પાડે છે. પણ આ પાણીને જાઇને કોણ કહે અમારે ભાદરનું પાણી જાઇએ છે. બસ આવું જ કંઇક થયું છે. ભાદર ડેમમાંથી માત્ર ૬ ગામ લોકો પાણીનો ઉપયોગ કરે છે. જ્યારે ૨૪ જેટલા ગામોએ તો ભાદરનું પાણી જાઇતુ જ નથી એવું કહીને ભાદરના પાણીને ઉપયોગમાં લેવાનો ઇન્કાર કરી દીધો છે.

ભાદરના પાણી હવે ગંધાતા પાણી બની ગયા છે ત્યારે તેની પાછળનું કારણ છે ભાદરમાં ઠલવાતુ કેમિકલવાળુ અને ગટરનું પાણી. ભાદર ગામનું પાણી જે પણ લોકો લે છે તે લોકો પણ આ પાણીનો પીવા માટે તો ઉપયોગ કરતા જ નથી. પીવા માટેના પાણીની શોધમાં આસપાસના ગામની મહિલાઓ દૂર દૂર સુધી પાણીની શોધમાં જતી હોય છે.

ભાદર ડેમની હાલ તો ભયાનક થઇ જ ગઇ છે જેના કારણે રોગચાળો ફેલાય જાય તેવી શકયતા છે. ત્યારે બોર કૂવાના પાણી પર નિર્ભર લોકો પણ પાણી જન્ય રોગના સકંજામાં ગમે ત્યારે આવી શકે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY