રક્ષક બન્યો ભક્ષકઃ આર્મીના મેજરે નોકરાણી પર દુષ્કર્મ આચરતા ખળભળાટ

0
13

ન્યુ દિલ્હી,તા.૩૦
દેશભરમાં બળાત્કારની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. હવે દિલ્હીના કેન્ટ વિસ્તારમાં આર્મીના એક મેજરે તેની નોકરાણી પર દુષ્કર્મ ગુર્જાયાની ઘટના સામે આવી છે. નોકરાણીની ફરિયાદ પર પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.પીડિત મહિલાનો આરોપ છે કે, જ્યારે તેના પતિ બહાર હતા, ત્યારે મેજરે તેમના પર દુષ્કર્મ કર્યો હતો અને સાથે તેના પતિને ધમકી પણ આપી હતી.
પીડિતાના પતિએ આ વર્ષે ૧૨ જુલાઇએ તેમના જ ક્વાર્ટરમાં આત્મહત્યા કરી હતી. મહિલાએ આ મામલે પોલીસમાં ફરિયાદ કરી હતી, જાકે પોલીસે આ મામલે કોઇ ધ્યાન આપ્યું નહતું. પોલીસ પાસેથી કોઇ મદદ ન મળતા તેમણે કોર્ટનો દરવાજા ખડકાવ્યો છે.
મહિલાનો આરોપ છે કે તેના પતિની આત્મહત્યા અને દુષ્કર્મની ઘટના એકબીજા સાથે સંલગ્ન છે. પતિની આત્મહત્યાની જાણકારી મેજરે જ મહિલાને આપી હતી. પોલીસે દાખલ કરેલી એફઆઇર પ્રમાણે, કોર્ટના આદેશ પર સીઆરપીસીની કલમ ૧૫૬(૩) હેઠળ કેસ દાખલ કરાયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY