મુંબઈ,તા.૩૦
અત્યાર સુધી વિમાનમાં લઈ જવાતા સામાનની વજન મર્યાદા નક્કી કરી વધારાના વજન પર પાબંદી હતી પણ હવે લોકલ ટ્રેનમાં પણ પીક અવર્સ દરમિયાન વધારે વજનના લગેજ પર પાબંદી લાદવાની યોજના બની રહી છે. એલ્ફિંન્ટ્સ્ન હોનારત બાદ પશ્રિ્ચમ રેલવેની મલ્ટી ડિસિપ્લિનરી આૅડિટ ટીમે આ નિર્ણય લીધો છે.
ટ્રેનમાં પીક અવર્સ દરમિયાન પ્રવાસીઓને ચઢવા-ઉતરવાની મુશ્કેલી થતી હોય છે ત્યારે ભારે વજનવાળી બૅગ લઈને ચઢતા પ્રવાસીઓને કારણે રોજિંદા નોકરિયાતોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. જાકે, લાંબા અંતરની ટ્રેનનો સમય પણ એ દરમિયાન જ હોવાથી અન્ય મુસાફરોને પણ લોકલ ટ્રેનનો જ સહારો લેવો પડતો હોય છે, પરંતુ પ્રવાસીઓની દુવિધાને ધ્યાનમાં લઈ રેલવેએ ટ્રેનમાં લઈ જવાતી બૅગ અને અન્ય સામાનના વજન પર નિયંત્રણ મૂકવાનું નક્કી કર્યું છે.
રેલવે બાર્ડે તેમની અરજીને મંજૂર તો કરી છે, પરંતુ હજુ સુધી સામાનના વજન બાબતે સકિયુંલર ના આવે ત્યા સુધી પાકા પાયે કંઈ કહી ન શકાય એવું પશ્રિ્ચમ રેલવેના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. પશ્રિ્ચમની લોકલ ટ્રેનમાં દરરોજના ૩૫ લાખ પ્રવાસીઓમાંથી લગભગ ૭૦ ટકા સિઝન પાસ ધરાવતા હોય છે અને ૩૦ ટકા કાર્ડ ટિકિટ ધરાવતા પ્રવાસીઓ પ્રવાસ કરે છે. તેથી પશ્રિ્ચમ રેલવેએ લોકલ ટ્રેનમાં વ્યકિત દીઠ ૧૫ કિલોગ્રામ વજન લઈ જઈ શકાય તેવું નક્કી કર્યું છે.
હાલમાં ફર્સ્ટ ક્લાસનો સિઝન પાસ ધરાવતા પ્રવાસીઓને ૧૫ કિલો અને સેક્ધડ ક્લાસનો સિઝન પાસ ધરાવતા પ્રવાસીને ૧૦ કિલો સુધીનો વજન લઈ જવાની છૂટ છે, તેમ જ ફર્સ્ટ ક્લાસની કાર્ડ ટિકિટ ધરાવતા પ્રવાસી વધારેમાં વધારે ૫૦ કિલો જ્યારે સેક્ધડ ક્લાસની કાર્ડ ટિકિટ હાલ્ડર ૩૫ કિલો સુધીનો વજન લઈ જઈ શકશે.
પ્રવાસીઓની સુરક્ષા માટે જ આ પગલાં લીધાં હોવાનું રેલવે અધિકારીએ જણાવતાં કહ્યું હતું કે પીક અવર્સમાં ભારે ભીડવાળી ટ્રેનમાં પ્રવાસીઓ મોટી અને વજનવાળી બેગ સાથે પ્રવાસ કરે ત્યારે અકસ્માત થવાના ચાન્સિસ વધી જતા હોય છે, તેમ જ સામાન ચઢાવવા-ઉતારવાના સમયે સંતુલન ગુમાવતા હોનારત સર્જાવાની શકયતા હોવાથી નિયમો લાદવા જરૂરી થઈ પડ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




