એલન મસ્કે ટેસ્લાના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું

0
8

વોશિંગ્ટન,તા.૩૦
પ્રખ્યાત ઓટો કંપની ટેસ્લાના ચેરમેન એલન મસ્ક ટેસ્લાના ચેરમેન પદ પરથી રાજીનામું આપવા અને અમેરિકાના સિકિયોરિટી એક્સચેન્જ કમિશન(એસઇસી)ને ૨ કરોડ અમેરિકન ડોલર દંડ ભરવા રાજી થઇ ગયા છે. મસ્ક પર આરોપ છે કે, તેમણે કંપનીને પ્રાઇવેટ કરવા સંબંધિત ખોટી ટ્‌વીટ કરીને રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે.
જાકે એલન મસ્ક ટેસ્લાના સીઇઓ પદ પર બન્યા રહેશે. મસ્કે એસઇસી સાથે સમજૂતિ બાદ નક્કી કર્યું છે કે, મસ્ક ૪૫ દિવસની અંદર ચેરમેન પદ પરથી રાજીનામું આપશે અને તેમની આગામી ૩ વર્ષ સુધી સીઇઓના પદ પર નિમણૂંક થઇ શકશે નહી. આ સિવાય તે બે સ્વતંત્ર ડાયરેકટરોને બોર્ડમાં સામેલ કરશે અને સ્વતંત્ર ડાયરોકટરોની એક કમિટીની રચના કરશે.
એસએસીએ એક કોર્ટમાં અરજી દાખલ કરી મસ્કને ટેસ્લાના પ્રમુખ પદ પરથી હટાવવાની માંગ કરી હતી. એજન્સીએ અરજીમાં જણાવ્યું હતું કે, મસ્કે ૭ ઓગસ્ટે ટિવટર પર ખોટું નિવેદન આપ્યું હતું. મસ્કે ટ્‌વીટમાં લખ્યું હતું કે, ટેસ્લાને ખાનગી બનાવવા માટે ૪૨૦ ડોલર પ્રતિ શેરની ફંડિંગની વ્યવસ્થા થઇ ગઇ છે. આ કિંમત ટેસ્લની તત્કાલીન બજાર કિંમતથી અત્યંત વધુ હતી.
એસઇસીએ જણાવ્યું હતું કે, એલન મસ્કની ટ્‌વીટ બાદ ટેસ્લાના શેરની કિંમતમાં ઉછાળો આવ્યો હતો અને તેમની આ ટ્‌વીટ ખોટી અને ભ્રામક હતી. તેમણે આ અંગે કંપનીના અધિકારીઓ અને રોકાણકારો સાથે કોઇ વાચતીચ કરી નહતી.
મસ્કે ટેસ્લાને પ્રાઇવેટ કરવા બાબતે બાદમાં જણાવ્યું હતું કે, હું મારા નિર્ણય પર અમલ કરી શકીશ નહી. મસ્કે ગુરુવારે એસઇસી દ્વારા લગાયેલા તમામ આરોપોને નકારી દીધા હતા. તેમણે જણાવ્યું હતું કે, એજન્સીના તમામ આરોપો માથા અને ધડ વગરના છે અને તેમને તેમનો પક્ષ રાખવાની તક આપવી જાઇએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY