ઔરંગાબાદ,તા.૨૭
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ગુલાબજાંબુની ઉકળતી ચાસણીમાં બે વર્ષનું બાળક પડી જતા તેનું મોત થયું છે. પઠાન ગેટના દલાલવાડીમાં એક ધાર્મિક પ્રસંગ માટે ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું હતું. ત્યાંજ નજીકમાં ૨ વર્ષનું બાળક રાજવીર નિતિન મેઘવાલે રમી રહ્યો હતો. ગુલાબ જાંબુ બનાવવા માટે મોટા વાસણમાં ચાસણી ઉકાળવામાં આવી રહી હતી. બાળક રમતું-રમતું આ ગરમ થઇ રહેલા વાસણમાં પડી ગયું હતું. જાકે તેને તરત જ મેડિકલ કોલેજના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, ત્યાં તેનું મોત થયું હતું.
ક્રાંતિ ચોક પોલીસે આકસ્મિક રીતે થયેલી મોત અંગે કેસ દાખલ કર્યો છે અને તપાસ હાથ ધરી છે. બાળકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, અમને કંઇ ખબર નથી કે, બાળક કેવી રીતે વાસણમાં પડી ગયો હતો. સિનિયર ઇન્સેપક્ટર અનિલ ગાયકવાડે જણાવ્યું હતું કે, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તેમણે જણાવ્યું કે, આમાં હત્યા થઇ હોય એવું નથી લાગી રહ્યું, આ ઘટના બેદરકારીને કારણે બની છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





