સોમનાથના કોંગી એમએલએ વિરૂદ્ધ કોંગ્રેસના નેતાએ પ્રદેશ પ્રમુખને લેટર લખ્યો

0
7

ગીરસોમનાથ,તા.૨૭
સોમનાથના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા જગમલ વાળાએ સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા વિરૂદ્ધ લેટર લખ્યો છે. લેટરમાં મંત્રીપદનો અસ્વીકાર કરી વેરાવળનો વિકાસ ધારાસભ્ય વિમલ ચુડાસમાના કારણે રોકાયો હોવાનો આક્ષેપ કર્યો છે. તેમજ ભ્રષ્ટાચાર કર્યાનો પણ આક્ષેપ કર્યો છે. વિમલ ચુડાસમાને જીતાડવા બધો ખર્ચ પોતે કર્યાનો દાવો કર્યો છે.
જગમાલ વાળાએ લેટરમાં લખ્યું છે કે, ૯૦ સોમનાથ વિધાનસભાના ધારાસભ્ય છે તે ઘણીબધી અયોગ્ય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે. હું એક જવાબદાર વ્યકિત છું અને જાહેર જીવનમાં છું. ગુજરાત રાજ્યના જવાબદાર વ્યÂક્તને આ વાત લખુ છું એટલા માટે દરેક બાબતનો ખુલાસો લેખિતમાં ન કરવો જાઇએ પણ આ ધારાસભ્ય ઘણા અસામાજીક સંગઠનો સાછે અને અસામાજીક તત્વો સાથે જાડાયેલો છે. જેની સાબિતી એના રહેણાંક મકાને આપને મળી જશે. આના કારણે સોમનાથ વેરાવળનો વિકાસ પણ અટકિયો છે. આ ધારાસભ્યએ ખૂબ ભ્રષ્ટાચાર કરી ભગવાન સોમનાથના સાંનિધ્યમાં વસેલું આ વેરાવળ તાલુકામાં ખૂબ ખરાબી આચરી રહ્યો છે અને જવાબદાર લોક સેવક તરીકે હું આની સાથે કામ કરી શકું તેમ નથી. જા કોંગ્રેસને ગાંધીજીના માર્ગે અને સત્ય અને અહિંસાના માર્ગે ચલાવવું હોય તો આ ધારાસભ્ય ઉપર સંગઠન દ્વારા યોગ્ય કાર્યવાહી કરવી પડશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY