ફ્લાઈટ ચુકી જતાં વ્યકિતએ વિમાનનો પીછો કર્યો,જવું પડ્યુ જેલમાં

0
20

ડબલિન,તા.૨૮
આયરલેન્ડના એક વ્યકિતની ફ્લાઇટ મિસ થઇ ગઇ તો તે એરપોર્ટ પર બનેલ રન વે પર દોડી વિમાનનો પીછો કરવા લાગ્યો. આમ કરવા પર તે ફલાઇટ તો ના પકડી શકયો પરંતુ જેલની હવા ચોક્કસ ખાવી પડી છે. ડબલિન એરપોર્ટ પર ફલાઇટ મિસ થયા બાદ તેની પાછળ-પછળ જ દોડવા લાગ્યો જેથી કરી વિમાનને રોકવાનો સંકેત આપી શકે. રિપોર્ટનના મતે યુવકે પ્લેનના દરવાજા પર લટકવાનો પણ પ્રયાસ કર્યો.
સ્થળ પર હાજર એક પ્રત્યક્ષદર્શી એ કહ્યુ કે અંદાજે ૨૦ વર્ષનો યુવક એરપોર્ટના દરવાજા સાથે ઝડપથી અંદર આવ્યો અને પછી રેયાનએરના પ્લેનની પાછળ દોડવા લાગ્યો. આ વિમાને સવારે અંદાજે ૭ વાગ્યે એમ્સટર્ડમ માટે ઉડાન ભરી હતી. એરપોર્ટ આૅથોરિટીએ કહ્યુ કે એક મહિલા અને પોતે મોડે પહોંચ્યા બાદ યુવક ગુસ્સામાં હતો.
રેયાનએરના સ્ટાફે તેને રોકયો અને ત્યારે એરપોર્ટ પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઇ. હાલ યુવકને આયરિશ પોલીસના હવાલે કરી દીધો અને ડબલિન પોલીસ સ્ટેશન લઇ જવાયો. ૨૩ વર્ષનો પેટ્રિક કેહોઇને ડોર લાકને નુકસાન પહોંચાડ્યાનો આરોપમાં કોર્ટમાં રજૂ કરાયો, જયાં તેને જામીન આપી દેવામાં આવ્યા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY