વાશિંગ્ટન,તા.૨૮
અમેરિકાના કેલિફોર્નિયામાં એક એપલ સ્ટોરમાં ૧૨ કલાકથી ઓછા સમયમાં બે વખત લૂટ થયાની ઘટના બની છે. જેમાં તાજેતરમાં લોન્ચ થયેલા i phone Xs અને Xs Max સહિત ૭૭.૫૦ લાખના ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની ચોરી થઇ છે.
પોલીસના જણાવ્યા પ્રમાણએ પાલો ઓલ્ટો એપલ સ્ટોરમાં સૌથી પહેલા લૂંટની ઘટના શનિવારે સાંજે ૭ કલાકે થઇ હતી. આશરે ૮ લોકોએ મળીને ઘટનાને અંજામ આપ્યો હતો. આ લોકોએ સ્ટોરમાંથી આશરે ૪૨ લાખ રૂપિયાના ડેમો આઇફોન મોડલની લૂંચ ચલાવી હતી. આ ઉપરાંત બીજી મોંઘી વસ્તુઓની પણ ચોરી કરી હતી.
લૂંટની ઘટનાને અંજામ આપ્યા પછી બધા લોકો ગાડીઓમાં બેસીને ફારર થઇ ગયા હતા. ૨ દિવસમાં પાલો ઓલ્ટોના સ્ટોરમાં અનેક આઇફોન, કમ્પ્યુટર્સ અને ઇલેક્ટ્રોનિક્સ સામાનની લૂંટ થઇ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે પાલો ઓલ્ટો એપલ સ્ટોરમાં આ i phone Xs અને Xs Max ના લોન્ચ પછી એટલા માટે થઇ હતી. કારણ કે આ દિવસોમાં આ ફોને લોકોને ખુબજ આકર્ષ્યા હતા.
પોલીસે જણાવ્યું કે, આ વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બર વચ્ચે ૬ એપલ સ્ટોરમાં આશરે ૯ વખત લૂંટ થઇ છે. ગત રવિવારે સાંટા રોજામાં એપલ સ્ટોરમાં મહિનામાં બીજી વખત લૂંટની ઘટના બની હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




