પેટ્રોલનમાં ભાવ ૨૨ પૈસાનો વધારો : મુંબઈમાં પેટ્રોલ ૯૦.૫૭ને પાર

0
6

ન્યુ દિલ્હી,તા.૨૮
પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે પણ વધારો નોંધાયો છે. પેટ્રોલની કિંમતમાં ૨૨ પૈસા જ્યારે ડીઝલની કિંમતમાં ૧૮ પૈસાનો વધારો નોંધાયો છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૮૩.૨૨ રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલની કિંમત ૭૪.૪૨ રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમતે ૯૦ રૂપિયાની સપાટી વટાવી છે. મુંબઈમાં પેટ્રોલ ૯૦.૫૭ રૂપિયા પ્રતિ લીટર.ત્યારે ડીઝલ ૭૯.૦૧ રૂપિયા પ્રતિ લીટરની સપાટીએ છે. સોમવાર બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધુ વધારો નોંધાયો છે. આ ઉપરાંત દેશના અન્ય મહાનગરોમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો નોંધાયો છે. પેટ્રોલ ડીઝલની સતત વધતી કિંમત માટે રૂપિયાની નરમાશ પણ જવાબદાર ગણવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના સતત વધી રહેલા ભાવના કારણે ક્રુડના ભાવમાં ભડકો થયો છે. જેથી તેલમાં આગ લાગી છે.
આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવમા સતત વધારો અને ડાલર સામે રૂપિયામાં ધોવાણ સર્જાતા પેટ્રોલ અને ડિઝલમાં ભાવ વધારાની મેરેથોન દોડ યથાવત છે. આજે ફરી એક વખત પેટ્રોલમાં ૨૨ પૈસા અને ડિઝલમાં ૧૮ પૈસાનો વધારો થયો છે. ગુજરાતમાં સૌથી વધુ ભાવનગરમાં પેટ્રોલ ૮૩ રૂપિયાને પાર પહોચ્યુ છે. તો બીજી તરફ ગુજરાતના તમામ શહેરોમાં પેટ્રોલ ૮૨ને પાર પહોચ્યુ છે. હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ ધીરે ધીરે સમાંતર આવી રહ્યા હોય તેમ લાગી રÌš છે. કારણ કે અમદાવાદમાં ડીઝલ પર ૮૦ રૂપિયાની નજીક પહોચી ચુકવ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY