પાલીતાણા ખાતે મહારાજ સાહેબના મહાતપની તપશ્ચર્યાના દર્શન કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

0
9

પગપાળા પ્રવાસ વિચરણ કરનારા સાધુ-સંતો-યાત્રિકો માટે રાજ્યમાં પગદંડી નિર્માણ કરી જીવન રક્ષા આપવી છે:- મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

દયા-પ્રેમ-કરૂણા અને સંયમના ગુણો ધાર્મિક તીર્થકરો દ્વારા પ્રાપ્ત થાય છે 

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે ભગવાન મહાવીર સ્વામીના રપ૦૦ વર્ષ બાદ ૪૮૦ દિવસનું કઠોર તપ કરનારા પૂજ્ય સાધુ ભગવંતો બહુ જ ઓછા છે. ભગવાન મહાવીર સ્વામીના અહિંસા, દયા, પ્રેમ, કરૂણા, સંયમના ગુણોની પરંપરા તપના આધાર ઉપર જૈન સમાજમાં ઊભી થઇ છે. જૈન ધર્મમાં તપનો મહિમા વિશેષ છે.

પાલીતાણા ખાતે ૪૮૦ દિવસનું કઠોર તપ કરનાર પૂ.સા. શ્રી સર્વેશ્વરીયશાશ્રીજી મહારાજ સાહેબની શ્રી ગુણરત્ન સવંત્સર મહાતપ તપશ્ચર્યાના ચરણોમાં વંદન-દર્શન કરી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુરૂ વંદના કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે આત્માના કલ્યાણ માટે આપણા તીર્થંકરો કઠોર તપના માધ્યમથી શરીરને તપાવી આત્માને પ્રજવલિત કરી મોક્ષ સાથે જોડે છે. સ્વાર્થીપણું છોડી મોટા મન સાથે જીવવું એ જૈન ધર્મ છે. જન્મોજન્મના ફેરામાંથી છૂંટવું એ જૈન ધર્મ છે.

ગુજરાતની જનતા વતી વિશાળ સંખ્યામાં પૂજ્ય સાધુ ભગવંત મહારાજ સાહેબોને વંદન કરી તેમના આશીર્વાદ સર્વને સદા માટે મળતા રહે તેવી પ્રાર્થના કરી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યના પવિત્ર યાત્રાધામોમાં પવિત્રતા અને દિવ્યતા જળવાય તે માટે રાજ્ય સરકારે અનેક પગલા લીધા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY