આ અણગમતી દુનિયા આપણી આસપાસ છે છતાં આપણી નજર ત્યાં સુધી પહોંચતી નથી

0
21

મંગળ-ચંદ્ર પર જવાના ગુલાબી સપના, મહાનગરોની ઝાકઝમાળ, બ્રાન્ડ ફેશનની ફાઇવસ્ટાર દુનિયા, કરોડોમાં આળોટતા ફિલ્મ સ્ટાર્સ-ક્રિકેટર્સ, અબજાના ભ્રષ્ટાચાર, મોંઘાદાટ ડેસ્ટિનેશન વેડિંગ…આ બધાથી દૂર, બહુ દૂર એક સાચુકલી દુનિયા છે. જેની ઘણાંને જાણ નથી. ખબર છે એ એનો સ્વીકાર કરવા માગતા નથી, બલ્કે એનાથી દૂર ભાગે છે. આ અણગમતી દુનિયા આપણી આસપાસ છે, આપણી જ છે છતાં આપણી નજર ત્યાં સુધી પહોંચતી નથી કદાચ આપણે એ જાવા માગતા નથી.
અત્યારે રાષ્ટ્ર અને મહારાષ્ટ્ર બન્નેમાં ચૂંટણીનો ગરમાવો વધી રહ્યો છે, ત્યારે રાજ્યના એક ભાગમાં જે થઇ રહ્યું છે તે જાણીને સ્તબ્ધ થઇ જવાય. મહારાષ્ટ્ર છેલ્લાં પાંચ વર્ષમાં ત્રણ-ત્રણ દુકાળ જાયા. આ વર્ષે રાજ્યના ૪૨ ટકા તાલુકા અનાવૃષ્ટિની લપેટમાં આવી ગયા છે. આને લીધે ૮૨ લાખ ખેડૂતોની માઠી દશા બેઠી છે. અડધા કરતાં વધુ ખરીફ પાકનો ઓથ વળી ગયો છે.
કબૂલ, કબૂલ, કબૂલ કે રાજ્ય સરકાર દર વખતની જેમ દુકાળ માટે ઘટતું કરી રહી છે. કેન્દ્ર પાસે રૂપિયા ૭૧૦૦ કરોડની દુષ્કાળ રાહત માગી છે. આ મંજૂર થાય એ અગાઉ રાજ્ય સરકારે પોતમેળે રૂપિયા ૨૯૦૦ કરોડ દુકાળગ્રસ્તો માટે ફાળવી દીધા છે. કેન્દ્રીય રાહતની રાહ જાઇને માથે હાથ મૂકીને બેસી રહેવાને બદલે પોતીકી તિજારીમાંથી ખાસ કેસ રૂપે રકમ વાપરવાની આ પહેલ અવશ્ય આવકાર્ય છે. પણ એ રકમ પર્યાપ્ત છે ? સમયસરની છે ? લોકો સુધી કેટલું ને કિયારે પહોંચશે?
સરકારી રકમના ૧૫ ટકા જ જનતા સુધી પહોંચે છે એવી કબૂલાત ખુદ માજી વડા પ્રધાન સ્વ.રાજીવ ગાંધીએ ખુલેઆમ કરી હતી. હવે રૂપિયે ૧૫ પૈસાથી વધીને કેટકેટલી રકમ સાચા હકદાર સુધી પહોંચતી હશે?
દુકાળમાં રાજ્યનો, સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર એટલે મરાઠવાડા. અહીંના ૧૧૨ તાલુકામાંથી ૪૦ ટકામાં ભયંકર સ્થિતિ છે. કેટલાંક બાંધ સાવ સુકાભઠ્ઠ થઇ ગયા છે, તો અમુકમાં તેર ટકાથી ઓછું પાણી બચ્યું છે. આ સંજાગોમાં અડધો અડધ ખેડૂતોએ ખરીફ પાક લેવાનું જ માંડી વાળવું પડ્યું. બાકીનાએ હિંમત કરી પણ હવે રામ ભરોસે ફફડાટમાં જીવે છે.
વારંવાર કુદરતની ખફગીનો ભોગ બનતા મરાઠાવાડામાં શેરડીના ખેતરમાં કામ કરનારા મજૂરોની સંખ્યા મોટી છે. નાના-નાના ખેતર ધરાવતા લગભગ પંદરેક લાખ ખેડૂત દર વર્ષે પોતાની ખેતરમાં પાક ઉગાડ્યા બાદ મજૂરી માટે સ્થળાંતર કરી જાય. આ વર્ષે ભારે દુકાળને પાપે સ્થળાંતર કરનારા ખેડૂતોની સંખ્યા ખૂબ વધી ગઇ, પરંતુ સમસ્યા એ થશે કે એ લોકો પાછા ફરશે, ત્યારે પોતાના ખેતરમાં કંઇ મળશે ખરું? પાણીની અછતને લીધે મોટાભાગના ઓક્ટોબરમાં અન્યત્ર કામ શોધનારા આ વખતે તો જુલાઇમાં રવાના થઇ ગયા. હજારો ઘરમાં માત્ર વયોવૃદ્ધ દાદા-દાદી અને ભૂલકાં રહે છે. આ સમયે સૌથી વધુ નિયમિત ભોજન પણ આ બાળકોને જ મળે છે. સરકારી સ્કૂલમાં રોજ ત્રણ વાર. બિચારાએ સવારે પાંચ વાગે ઉઠીને બે હાંડા પાણી માટે બે કલાક ભટકવાનું. પછી એક કલાક પગપાળા ચાલીને નવ વાગે જિલ્લા પરિષદની સ્કૂલે પહોંચે ત્યાં સુધી પેટમાં અનાજનો એક દાણોય ન ગયો હોય. સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને સાંજે નાસ્તો મળે એ જ આ લોકોના બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર.
અહીં સવા અબજનો એ સવાલ ફેણ ઊંચો કરે છે કે આટઆટલાં વરસોથી કૃષિપ્રધાન દેશ હોવા છતાં કેમ કંઇ આયોજન થઇ શકિયુંનથી? વરસાદનું પ્રમાણ ઘટાડવા અને અનિયમિત બનાવવા માટેનું પાપ પણ ખુદ માનવી જ કરે છે. આડેધડ જંગલો કાપવા, બેફામ બાંધકામ કરવા અને સતત પ્રદૂષણ વધારતું જવું એ બધું માનવી માટે સરળ અને સહજ થઇ ગયું છે પણ એની લાંબા ગાળાની અસરની પરવા કરવાવાળું કોઇ નથી.
વૃક્ષોનું નિકંદન ઘટાડવું, પાણીની બચત કરવી, વરસાદની ટંચાઇવાળા. વિસ્તારો માટે વૈકલ્પિક રોજગાર-ધંધા ઊભા કરવા, નાના ખેડૂતો અને તેમનાં સંતાનોને વોકેશનલ તાલીમ આપવા જેવા અનેક ઉપાયો વિચારી શકાય. એમાં કોર્પોરેટ અને કા-ઓપરેટિવ સેક્ટરને જાતરી શકાય. પણ એ બધું કરે કોણ? શા માટે? એમાંથી રોકડા કે મત થોડા મળવાના હતા?
કમનસીબે હવે જાણે એક ક્રમ બની ગયો છે. વરસાદ ઓછો પડવાની આગોતરી છડી પોકારાઇ હોય છતાં પાણીની ખાધ અંકે થાય એની રાહ જાવાની. પછી અનાવૃષ્ટિની વ્યાપકતા તપાસવા રાજ્યની ટુકડી જાય એના આધારે કેન્દ્ર પાસે રાહતનો કટોરો ધરવાનો પછી… ન જાણે આ બધું કિયા સુધી ચાલતું રહેશે?
ખરેખર, સાચા, સ્વાર્થરહિત, દૂરદ્રષ્ટિવાળા અને માનવતાવાદી સામાજિક કે રાજકીય નેતા ન આવે ત્યાં સુધી કોઇ આશા દેખાતી નથી. હા, સંવેદનશીલો મનમાં જ ચીસાચીસ કરતા રહેશે કે બંધ કરો આ નાટક.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY