પોતાનું મંત્રાલય ન હોવા છતાં મંત્રીને સીબીઆઇની આટલી ચિંતા શા માટે..? આખિર માજરા ક્યા હૈ જી..?

0
6

જો કોઇ વ્યકિત બિમાર છે કેન્સરનો ઇલાજ ચાલી રહ્યો હોય અને એ પણ ભારતથી હજારો કિમી દૂર અમેરિકાની હોસ્પિટલમાં દાખલ હોય તેને પોતાની ચિંતા કરવી જાઇએ કે પછી જે તેમનું મંત્રાલય નથી તે મંત્રાલય અંતર્ગત આવતી તપાસ એજન્સી સીબીઆઇમાં શું ચાલી રહ્યું છે તેની ચિંતા ફિકર હોય..? અરૂણ જેટલી આ સમયે અમેરિકામાં છે અને તેઓ કેન્સરનો ઇલાજ કરાવી રહ્યા છે. અને ત્યાં બેઠા બેઠા બ્લોગ લખીને ચંદા કોચરની વિરુદ્ધ સીબીઆઇએ દાખલ કરેલી એફઆઈઆરને લઇને નારાજગી બતાવી અને તેનું પરિણામ એ આવ્યું કે ખાનગી બેંક આઇસીઆઇસીઆઇના પૂર્વ સીએમડી ચંદા કોચર તેમના પતિ દિપિક અને જેને લોન આપીને આ સમગ્ર કૌભાંડ થયું તે વિડિયોકોન કંપનીના માલિક વેણુકુમાર ધૂતની વિરુદ્ધમાં ધોખાધડી વગેરેનો કેસ દાખલ કરનાર અધિકારીની દિલ્હીથી ૨ હજાર કિમી દૂર રાંચીમાં તાત્કાલિક બદલી કરી નાંખવામાં આવી. વડાપ્રધાન મોદીએ મદુરાઇમાં કહ્યું કે દેશને લૂંટવાવાળાને ન્યાયના કઠેડામાં ઊભા કરીશુ બીજી તરફ પોતાની બેંકને ચુનો લગાવીને લોકોના કરોડો રૂપિયાનું ધુતની કંપનીની અનૈતિક અને યોગ્ય ના હોવા છતાં લાભ પહોંચાડવાના આરોપમાં જેના વિરુદ્ધમાં ભારતની પ્રીમિયર તપાસ એજન્સી કેસ દાખલ કરે છે તો તે અધિકારીની બદલી થઇ જાય છે અને એ પણ મંત્રાલય વગરના મંત્રીની નારાજગીને દૂર કરવા માટે..!!
ખાનગી બેંકની તત્કાલિન સીએમડી ચંદા કોચરની વિરુદ્ધમાં આરોપ છે કે તેમના પરિવારને એનકેન પ્રકારે અહીં તહીં કરીને ૬૪ કરોડ આપવામાં આવ્યા. અને બદલામાં ધૂતની કંપનીને ૩૨૫૦ કરોડની લોન આપવામાં આવી તેમાંથી ૪૫૦ કરોડ ભરવામાં આવ્યા અને બાકીના ૨૮૦૦ કરોડ બેંકની એનપીએના ખાતામાં નાંખી દેવામાં આવ્યા. આ સમગ્ર મામલાની તપાસ બેંકે સુપ્રિમ કોર્ટના પૂર્વ જ્જ દ્વારા કરાવી અને પછીથી સીબીઆઇએ તપાસ કરી અને તપાસ પછી કેસ દાખલ કરવામાં આવ્યો. સીબીઆઇએ તપાસમાં શંકાની સોઇ નામી બેંકરો તરફ પણ બતાવી અને તેમના નામ પણ જાહેર કર્યા. જા કે ભારતથી હજારો કિમી દૂર બેઠેલા જેટલીને ગમ્યુ નહિ. અને ત્યાંથી બ્લોગ દ્વારા અર્જુનની જેમ સીધુ જ સીબીઆઇની આંખનું નિશાન લગાવ્યું અને અધિકારીને હટાવી દેવામાં આવ્યા. શું આ તપાસ એજન્સીની સ્વતંત્રતામાં હસ્તક્ષેપ નથી..? સીબીઆઇમાં અત્યારે જેઓ ઉંચા હોદ્દા પર છે તેમને સરકારે જ અડધી રાતે બેસાડ્યા હતા. જ્યારે તપાસ અહેવાલમાં કે.વી.કામથ અને નામી બેંકરોના નામ ખૂલ્યા તો સીબીઆઇના ઉચ્ચ હોદ્દાવાળા મોટા અધિકારીએ તેને જાયું જ હશે અને પછી કેસ દાખલ કરી મિડિયાને જાણકારી આપવામાં આવી. જેટલીએ સીબીઆઇને તપાસને જ ખોટી ગણાવી દીધી અને સીબીઆઇ ધંધાદારી તપાસના બદલે એડવેંચર જેવી તપાસ કરી રહી હોવાનો ટોણો માર્યો.
સીબીઆઇ સીધી જ વડાપ્રધાનના હાથના નીચે છે. સીબીઆઇના મોટા અધિકારી રાવએ બની શકે છે કે આ હોઇપ્રોફાઇલ બેંક કેસમાં વડાપ્રધાનને કે તેમના સુધી આ જાણકારી આપી જ હશે નહિ તો આટલા મોટા નામ સીબીઆઇ એકાએક જાહેર કરવાની હિંમત ના કરે. તો શું એવું માની લેવામાં આવે કે અરુણ જેટલીએ અમેરિકામાં બેઠા બેઠા વડાપ્રધાન ઓફિસને લલકારી છે..? અટકળો તો ઘણી બધી કરી શકાય છે. પરંતુ મૂળ સવાલની જનેતા આ જ તપાસ એજન્સી યુપીએમાં કામ કરતી હતી ત્યારે પણ ભાજપ અને જેટલી તેને ફટકાર લગાવતા હતા. હવે આ તેમના સત્તાકાળમાં તેમના જ કરેલા આક્ષેપો ઉપર કામ કરી રહી છે છતાં પણ સીબીઆઇને તાના મારવામાં આવી રહ્યા છે અને પોતાની તપાસ વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવનારાઓની વિરુદ્ધમાં ચૂપ છે. સીબીઆઇ પોતાની પૂંછ દબાવીને ભાગી ગઇ તો શું આવી રીતે તપાસ કરશે પ્રીમિયર એજન્સી…? જેટલીજીને આખરે આવા બેંકરોની આટલી બધી ચિંતા શા માટે થઇ રહી છે…! જેટલીજી,ચંદા કોચર પણ ચમકતી હતી એ બેંકરોની જેમ કે જેમના નામ સીબીઆઇમામ આવ્યા. આખરે શું થયું..? ચંદાનો નાણાંકીય ગોટાળો બહુ આવ્યો કાલે એ બેંકરોમાંથી કોઇનો ગોટાળો ગરબડ નહીં આવે. શું તેની જવાબદારી તમે લેશો…? બ્લોગ લખી જા કે આ સમયમાં તમારી પાસે સમય જ સમય છે. પરંતુ આટલી ચોક્સાઇ પહેલાથી રાખતા તો માલ્યા,નિરવ મોદી,વગેરે ભારતની જેલોમાં હોત નહીં કે વિદેશમાં મોજ કરી રહ્યા હોત..!!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY