અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ગયા મહિને ધડાકેબાજ ઘોષણા કરી હતી કે, ઈરાક અને સીરિયામાંથી અમેરિકાનું ૨૦૦૦ જવાનો ધરાવતું લશ્કર પાછું ખેંચી લેવાશે. વધુમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે મહિનામાં જ લશ્કર પરત ખેંચી લેવાશે. ખરેખર તો ઈરાક અને સીરિયામાં અમેરિકન લશ્કરની સંખ્યા ઓછી હોવા છતાં એની ધાક હતી. હવે એ સમાપ્ત થઈ જશે. એને પગલે જમીનદોસ્ત થઈ ગયેલું આઈસિસ આતંકવાદી જૂથ પુનઃ ખડું થઈ શકે છે. વર્ષ ૨૦૧૪માં અમેરિકાના અગાઉના પ્રમુખ બરાક ઓબામાએ સીરિયામાંથી અમેરિકન લશ્કર ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો. એ પછી જ આઈસિસનો ઉદય થયો હતો. હવે વળી ટ્રમ્પના નિર્ણયથી આઈસિસને બળ મળવાનું છે. ભારતમાં પણ એનો ઓછાયો ગાઢ થવા લાગ્યો છે.
ભારતમાં આજ સુધી આઈસિસ આતંકવાદી જૂથ આભાસી કે આડકતરો, વર્ચ્યુઅલ વ્યવહાર કરનારા જગતમાં હતું. આ જૂથ સોશિયલ મીડિયા દ્વારા પ્રસાર કરતું હતું. હવે જાકે, એનું ફિઝિકલ-પ્રત્યક્ષ અસ્તિત્વ વધ્ચું હોવાનું દેખાય છે. દેશનાં કેટલાંક સંગઠનો આઈસિસ સાથે સંલગ્ન છે. ઈરાક અને સીરિયા સામે લડવા માટે ભારતમાંથી કેટલાક યુવાનો આ આતંકવાદી જૂથનાં સંપર્કમાં રહેતા હોવાનું સમજી શકાયું છે. હવે આઈસિસને અહીં જ હિંસાચાર વકરાવવો છે. ભારતમાંથી કેટલાક સ્થાનિક દહેશતવાદી સંગઠનો ઈસ્લામિક સ્ટેટ અને અલ કાયદા સાથે સંકળાયેલા હોવાની વાતો ખુલ્લેઆમ બોલાય છે.
થોડા દિવસો અગાઉ જમ્મુ-કાશ્મીરમાં કરાયેલી એક કાર્યવાહીમાં એક આતંકવાદી જૂથના છ આતંકવાદી માર્યા ગયા હતા. આ જૂથ અલકાયદા સાથે સંકળાયેલું હતું. ઝાકિર મૂસા એનો નેતા હતો. છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી સહિત કેટલાક વિસ્તારોમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા તેમાં આઈસિસના નવા મોડ્યૂલ (સ્વતંત્ર એકમ)ની જાણકારી હાથ આવી હતી. બીજી તરફ, જમ્મુ-કાશ્મીરમાં ફરી વાર આઈસિસના ઝંડા દેખાડવામાં આવ્યા હતા. આનું પ્રમાણ આમ તો ખાસ્સું ઓછું હોવા છતાં જમ્મુ-કાશ્મીરના યુવાનોનાં દિમાગને ધર્મને નામે ઉશ્કેરવામાં-ભડકાવવામાં આવે છે એ હકીકત જાખમી છે.
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ પર નિયંત્રણ લાવવામાં લશ્કરને સફળતા મળી છે. અનેક લશ્કરી અધિકારીઓએ આ વાત કહી છે. છેલ્લા દસ વર્ષમાં જેટલા આતંકવાદીઓ માર્યા નથી એટલા વર્ષ ૨૦૧૮માં માર્યા ગયા છે. માર્યા ગયેલાઓનો આ આંકડો ૨૩૪નો છે છે. આ વધાવી લેવા જેવી બાબત હોવા છતાં કાશ્મીરી યુવાનોમાં કટ્ટરતાવાદનાં બીજની રોપણી અતિશય ઝડપથી થઈ રહી છે, એ ચિંતાજનક છે. ગયા મહિને એક લશ્કરી અધિકારીએ મહ¥વનું વક્તવ્ય કર્યું હતું. એ વક્તવ્ય અનુસાર, લશ્કરે કાશ્મીરમાં એક પ્રકારની સ્થિરતા જાળવી રાખી. ચર્ચા માટે પોષક વાતાવરણ ઊભું કર્યું. અનેક દહેશતવાદીઓને કિયા તો માર્યા, કિયા પકડ્યા. લશ્કર આથી આગળ જઈ શકે નહીં. એ કારણે હવે ચર્ચા શરૂ કરવી જાઈએ.
સમસ્યાના નક્કર નિરાકરણ માટે સમાજસ્તરે કામ કરવું પડશે. વિવિધ કમ્યુનિટી અંગેજમેન્ટ પ્રોગ્રામ તૈયાર કરવા પડશે. આપણે ત્યાં દેશભરના યુવાનોને આતંકવાદ ભણી તણાતા-ખેંચાતા રોકવા માટેની યોજના દિલ્હીમાં બને છે. ખરી વાત એવી છે કે, જુદા જુદા વિસ્તારનો યુવાન, એની સમસ્યા અને કારણો ભિન્ન હોય છે. એને સ્થાનિક પરિમાણ હોય છે જ્યારે યોજના કેન્દ્રીય હોય છે. એ કારણે આવી યોજનાને સ્થાનિકતાનો સ્પર્શ હોવો જરૂરી છે. આજે સમાજમાં કટ્ટરવાદનું સ્લો પોઈઝનિંગ વધતું જાય છે. એના પર કડક કે કઠોર સલામતી શાસન દ્વારા નિયંત્રણ મેળવી શકાશે નહીં! એ માટે સમાજશાસ્ત્રીય દૃષ્ટિ હોવી જરૂરી છે. આવા ઉશ્કેરણી-ભંભેરણી કરાયેલા યુવાનોને વિશ્ર્વાસમાં લેવા પડશે. એવી જ રીતે આવી બાબતો કેમ વધે છે? આપણા દેશનો યુવાન અચાનક દેશના વિરોધમાં કેમ જાય છે? એ બાબતોનો ઝીણવટભર્યો અભ્યાસ કરવો પડશે.
આજે આઈસિસ સોશિયલ મીડિયામાં અતિશય સક્રિય છે એટલે જગતભરમાંથી એ પોતાના માટે યોદ્ધાઓ એકત્ર કરી શકે છે. થોડા સમય અગાઉના કાળમાં થાણે, કલ્યાણ, હૈદરાબાદ ખાતેના કેટલાક યુવાનો સોશિયલ મીડિયાના માધ્યમથી આ સંગઠન સાથે જાડાયા હતા. આ જાખમી પ્રવાહ હજી ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચ્યો નથી, કારણ કે ગામડાઓમાં ટૅક્નોસૅવી યુવાનોની સંખ્યા વધારે નથી, પણ આ પ્રવાહ ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચવામાં વાર લાગશે નહીં એટલે જ હાથમાં સમય રહેતાં આપણે કાળજી લેવી અત્યાવશ્યક છે. એ માટે જ શાસ્ત્રોક્ત રીતે સંશોધન-અભ્યાસ થવો જરૂરી છે અને એ કેમ કરી શકાય એ ઈઝરાયલ પાસે શીખી શકાય એમ છે. જાસૂસી એજન્સીઓનો ફકત જાસૂસી માટે ઉપયોગ નહીં કરીને ‘મન ઈન્ટેલિજન્સ’ વધારવાની તાતી આવશ્યક્તા છે અને સાથે સમાજશાસ્ત્રના નિષ્ણાતો-સંશોધકોની, અભ્યાસ કરનારાઓની મદદ લઈને સર્વગ્રાહી નીતિ આંકવી એટલી જ જરૂરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




