૨૦૧૯ નવા વર્ષનું સુ-સ્વાગતમ્‌ : પળ જે આવવાની છે…!!

0
8

કેબીસીની ટિકટિકી ચાલી રહી છે. ૨૦૧૮ ટિકટિકીમાં વીતી રહ્યું છે અને નવું વર્ષ ૨૦૧૯ આવી રહ્યું છે. ટિકટિકી પોતાનું કામ કરી રહી છે અને દુનિયા પોતાનું બંન્ને વચ્ચે જાણે કે દોડ ચાલી રહી છે. પરંતુ આ દોડમાં સમયની ટિકટિકટ આગળ છે અને માણસ તેની પાછળ પાછળ…તારીખ બદલાઈ રહી છે તે સાથે વર્ષ પણ નવા વર્ષને મનાવવા માટે તેનું સ્વાગત કરવા માટે લોકો રાહ જાવામાં છે જાતાં જાતાં નવુ વર્ષ પણ શરુ થઈ જશે. તેની સાથે જ રાજકારણની વાત કરીએ તો ભારતમાં નવા વર્ષમાં સામાન્ય ચૂંટણીઓની એક રીતે ઉલટી ગણતરી પણ શરુ થઈ રહી છે. સામાન્ય ચૂંટણીઓ નવા વર્ષમાં થવાના છે. લગભગ એપ્રિલમાં સામાન્ય ચૂંટણીઓ થવાની છે. નવુ વર્ષ સામાન્ય લોકોની જેમ ભારતમાં રાજકીય પક્ષો માટે પણ મહત્વપૂર્ણ છે. વિતેલા વર્ષમાં ભાજપને પણ ત્રણ રાજ્યોમાં જારદાર ઝટકો લાગ્યો છે. તેના કારણે ભાજપના માટે ચૂંટણી સમીકરણો ઉલટફેર થઈ ગયો છે. વીતેલુ વર્ષ કોંગ્રેસ,રાહુલ,કેસીઆરને માયાવતી માટે ફાયદાકારક રહ્યું. કોંગ્રેસ મુક્ત ભારતના બદલ ત્રણ રાજ્ય ભાજપ મુક્ત થઈ ગયા. ૨૦૧૯માં શું થશે તેનો ફેંસલો ભારતના સામાન્ય મતદાતાઓ કરશે.
વિતેલા વર્ષમાં ભારતમાં કેટલાય એવા બનાવો બન્યા કે જેની ઉમેદ ના હતી. ૨૦૧૮માં સુપ્રિમ કોર્ટના ચાર વરિષ્ઠ જ્જાને જનતાની અદાલતમાં આવવુ પડ્યુ. સુપ્રિમમાં બધુ ઠીક નથી અને કોઈ એ ન કહે કે અમોએ અમારી આત્મા વેચી દીધી એટલા માટે અમારે જનતા સામે આવવુ પડ્યુ. આવુ કહ્યું હતુ ચાર જ્જાએ. ૨૦૧૯માં કોઈ જ્જને જનતાની અદાલતમાં આવવું ના પડે તેવી ઉમેદ મિડિયાની છે. જા કે મિડિયા તો પોતાનું કર્તવ્ય નિભાવવા ૨૦૧૯માં પણ તૈયાર છે. ૨૦૧૮માં ભારતના પ્રશાસનમાં જે મોટી ઘટના બની છે તે સૌથી મોટી મુખ્ય તપાસ એજન્સી સીબીઆઈમાં ત્રણ કરોડની લાંચને લઈને સૌથી મોટા ઉચ્ચ અધિકારીઓ વચ્ચે જે ખેંચાખેંચી થઈ તેને નિપટાવવામાં સરકાર નિષ્ફળ રહી અને મામલો કોર્ટમાં ગયો. ત્રણ કરોડના લાંચના આરોપી સીબીઆઈની સાથે બે ઉચ્ચાધિકારીઓ વચ્ચેની કચકચી ભારતે જાયો. નવા વર્ષમાં શું થશે એ ખુદ સીબીઆઈને ખબર કેમ કે તે પાંજરામાં બંધ પોપટ છે. માલિક જે કહેશે તે પોપટ બોલશે. કેમ કે ગુજરાતના ૨૦૦૫ સોહરાબુદ્દિન મામલામાં સીબીઆઈ નિષ્ફળ રહી અને ૧૯૮૪ના શીખ તોફાનોમાં સજ્જનકુમાર મામલામાં સફળ રહી.
આવી કેટલીયે ઘટનાઓ ૨૦૧૮માં થઈ છે અને જે નવા વર્ષમાં પણ રાજકારણમાં તોફાની તરંગોનો રાજકીય નજારો બતાવશે તેમાંથી એક છે. તે છે રફાલ વિમાન સોદો. ૨૦૧૯ના નવા વર્ષમાં પણ ચૂંટણી મેદાનમાં રફાલ સોદાની ગુંજ સંભળાશે. સરકારે આ કેસમાં કોર્ટને કેગ અને પીએસીના રિપોર્ટ અંગે જે કહ્યું તેના પર નવા વર્ષમાં સુનાવણી થવાની છે. નવા વર્ષ પહેલાં જ અઠવાડિયાના ચોથા દિવસે એટલે ચોથી જાન્યુઆરીએ જ અયોધ્યા વિવાદની સુનાવણી થવાની છે.
ભાજપ,સંઘ,સંતો-મહંતો અને કેન્દ્ર સરકારે પણ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે કે અયોધ્યા કેસમાં ફરીથી તારીખ પર તારીખવાળો મામલો બને અથવા ફેંસલો પ્રતિકૂળ આવ્યો તો શું કરવું છે. ૨૦૧૯ના નવા વર્ષમાં રાજકારણમાં રામ મંદિરનો મામલો પણ અયોધ્યાની ગલીઓથી લઈને દિલ્હીમાં રાજકારણની ગલીઓ સુધી માથે ચઢીને પોકારશે. નવુ વર્ષ ભારતના રાજકારણમાં ફરી એકવાર નવા જનાદેશનું વર્ષ બનીને આવી રહ્યું છે. બાય-બાય ૨૦૧૮ જી વેલકમ ઓગણીસજી…!! ભારતના મતદાતાઓ તમારી જ રાહ જાઈ રહ્યા છે…

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY