રાજપીપળા : નર્મદા જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના પ્રશ્નોના ઉકેલ બાબતે જિલ્લા કલેક્ટર સહીત ઉચ્ચ કક્ષાએ આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી
રજુઆતમાં માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ રાઠોડ અને ઉચ્ચતર મા.શિક્ષક સંઘના પ્રમુખ મહેન્દ્રસિંહ સિંધા સહીત સંઘના અન્ય શિક્ષકો દ્વારા આવેદન આપવામાં આવ્યું જેમાં રજુઆત કરી હતી કે રાજ્યની સાત હજાર કરતાં વધુ ગ્રાન્ટેડ શાળાઓના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સહાયક /શિક્ષકોના ચાર કોમન પ્રશ્નો અંગે ગુજરાત રાજ્ય મા્યિક શિક્ષક સંઘ મહામંડળ અને ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક સંઘ મહામંડળ દ્વારા વાંવાર રજૂઆત કરવા છતાં તેનો ઉકેલ આવી શકયો નથી, ેથી શિ્ષકોમાં અસંતોષ હોય આ પ્રશ્નોનો ઉકેલ નહી આવતા શનિવારના રોજ શાળા સમય પછી તમામ જિલ્લા કલેકટર અને તમામ જિલ્લા શિક્ષણાધિકારી તથા સ્થાનિક લોકસભાના સાંસદ, ધારાસભ્ય અને શાસક પક્ષના અને વિરોધ પક્ષના પદાધિકારીઓને આવેદનપત્ર આપી તેમની માંગણી અને પ્રશ્નો ઉકેલવા બાબતે રજૂઆત કરી હતી સાથે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી કે અમારા અગત્યના પ્રશ્નોનો ઉકેલ નહી આવે તો તબક્કાવાર આંદોલનનો કાર્યકમ ઘડી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.
શિક્ષકોની માંગણીઓ…
1.સરકારી સ્કૂલ અને ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકોનો પગારમાં લઘભગ 12 હજારનો તફાવત છે એ તફાવત સમાન કરવા માંગ
2. સરકારે 2006 ના વર્ષથી શિક્ષણ સહાયકોને સળંગ નોકરી આપવા બાંહેધરી આપેલી પરંતુ 1999 ના વર્ષથી લાગેલા સહાયકોને પણ સળંગ કરવા માંગ
3. નિવૃત્તિ સમયે શિક્ષકોને 150 રજાના બદલે 300 રજાનું રોકડમાં રૂપાંતર આપવા માંગ
4. સરકારે 2016 સુધીના શિક્ષકોને ફાજલનું રક્ષણ આપ્યું છે ત્યાર પછીના વર્ષના શિક્ષકોને પણ આ રક્ષણ આપવા માંગ
હવે શિક્ષકોની આ માંગ સરકાર ક્યારે સ્વીકારશે અને શિક્ષકોના પ્રશ્નોનો સુખદ અંત આવશે કે ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવવા શિક્ષકો મજબુર થશે એ જોવું રહ્યું .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





