પ્રતિભા અને પુરુષાર્થ સફળતાને તાણી લાવે છેઃ કીર્તિ કુલ્હારી

0
5

મુંબઈ,તા.૩
અભિનેત્રી કીર્તિ કુલ્હારીએ કહ્યું હતું કે તમારામાં પ્રતિભા હોય અને તમે સતત પુરષાર્થ કરવા તૈયાર હો તો સફળતા તમારા કદમ ચૂમતી આવે છે.
‘સફળતા માટે આ બે ગુણ જરૃરી છે. એક તમારામાં પ્રતિભા હોય અને બીજું તમે અથાક પુરુષાર્થ કરવા તૈયાર હો. આ બે પરિબળો સફળતાને તાણી લાવે છે’ એમ કીર્તિએ કહ્યું હતું.
એની છેલ્લી ફિલ્મો હિટ નીવડી હોવા છતાં એણે કહ્યું કે મારે તો હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે. એની છેલ્લી હિટ ફિલ્મ હતી ઊરી ધ સર્જિકલ સ્ટ્રાઇક. એણે વેબ સિરિઝ ફોર મોર શોટ્‌સ પ્લીઝ પણ કરી હતી.
એણે કહ્યું કે હું ધીરજ અને મક્કમ નિર્ણય દ્વારા આગળ વધી રહી છું. આરંભની સફળતાથી હાથ જોડીને બેસી રહેવાય નહીં. સતત પુરુષાર્થ ચાલુ રાખવો પડે. તો જ પ્રગતિના પંથે આગળ વધી શકાય. શરૃઆતની સફળતાથી છકી જાય એ પાછળ રહી જાય.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY