ન્યુ દિલ્હી,તા.૩૦
પ્રદુષણ નિયંત્રણ બોર્ડે એવી ચેતવણી આપી છે કે, જા પ્રદુષણની સ્થિતિ વધારે બગડશે તો આગામી દિવસોમાં દેશની રાજધાની દિલ્હીમાં ખાનગી વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે.
દિલ્હી પ્રદુષણ નિયંત્રણ બોર્ડનાં ચેરમેન ભુરે લાલે જણાવ્યું કે, જા દિલ્હીમાં આગામી દિવસોમાં પ્રદુષણની Âસ્થતિ સુધરશે નહીં તો, ખાનગી વાહનો પર પ્રતિબંધ મુકવો પડશે. આપણે એવા આશા રાખીએ કે, દિલ્હીમાં પ્રદુષણની સ્થિતિ વધારે બગડે નહીં. જા આવુ થશે તો, માત્ર જાહેર પરિવહનને મંજુરી આપવામાં આવશે. ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
આ ચેતવણી એવા સમયે આવી છે કે, જ્યારે દિલ્હીમાં પ્રદુષણ એક દમ ચરમસીમાએ પહોંચી ગયું છે અને દિવસે અને દિવસે સ્થિતિ ખરાબ થઇ રહી છે.
કેન્દ્ર સરકાર સંચાલિ સિસ્ટમ ઓફ એર ક્વાલિટી ફોરકાસ્ટીંગ એન્ડ રિસર્ચ (સફર)ના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાક દરમિયાન દિલ્હીની આસપાસનાં ખેડૂતો દ્વારા ખેતરમાં રહેલા પાકનાં ઠુંઠા બાળવામાં આવતા હવાના પ્રદુષણની સ્થિતિ બદતર થઇ છે. સફર દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, આગામી દિવસોમાં પ્રદુષણ સ્થિતિ વધારે બગડશે.
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટ્રોપિકલ મિટિરીયોલોજી એ પણ સેટેલાઇટ ઇમેજ દ્વારા જાયુ કે, દિલ્હીનાં આસપાસનાં વિસ્તારોમાં ખેડૂતો દ્વારા ખેતરમાં જે આગ લગાડવામાં આવે છે તેનાથી પ્રદુષણ વધી રહ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




