મારો પુત્ર આર્યન એક્ટર બનવા નથી માંગતો,તે ફિલ્મ બનાવા માંગે છે : શાહરુખ ખાન

0
6

મુંબઈ,તા.૧૨
શાહરૂખાનની ફિલ્મ ઝીરો, ડીસેમ્બર મહિનામાં રીલીઝ થવા માટે તૈયાર છે. ઝીરોમાં શાહરૂખ ખાન, બૌઆ સિંહના યુનિક કિરદારમાં જાવા મળશે. અત્યારે તે ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે. એક ઇવેન્ટમાં શાહરૂખે તેના મોટા દિકરા આર્યનને લઈને પણ વાત કરી હતી.
તમને જણાવી દઈએ કે શાહરૂખખાનથી તેમના સંતાનોના કરિયરને લઈને પણ સવાલ પૂછવામાં આવે છે. એક ઇન્ટરવ્યૂમાં શાહરુખને તેના મોટો દિકરા આર્યનના બોલીવુડ ડેબ્યુને લઈને સવાલ પૂછવામાં આવ્યા હતા. શાહરૂખે કહ્યુંકે “આર્યન એક્ટર બનવા નથી માંગતો. તે ફિલ્મ બનાવા માંગે છે. તે ડાયરેક્ટર બનવામાંગે છે. આની માટે તે યુએસમાં ટ્રેનીંગ પણ લઇ રહ્યો છે. અબરામને લઈને શાહરૂખે જણાવ્યું “અબરામ વિશે હું નહિ જણાવી શકું. તે એટલો સુંદર લાગે છે કે રોકસ્ટાર બની શકશે.
ફિલ્મની વાત કરીએ તો ઝીરો, ૨૧ ડિસેમ્બરે ૨૦૧૮ પર સિનેમાઘરમાં રીલીઝ થવાની છે. શાહરુખના ફેન્સને વચ્ચે ફિલ્મને લઈને ઘણો ઉત્સાહ જાવા મળી છે. શાહરૂખે પહેલા પણ જણાવ્યું હતું કે આ રોલ તેમના કરિયરના ચેલેન્જીંગ રોલમાંથીએક છે. તે બૌઆ સિંહના નામના બૌઉન શખ્સનો રોલ નિભાવી રહ્યા છે જે યુપીમાં મેરઠ છે.
ઝીરો ફિલ્મમાં શાહરૂખસાથે કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા છે. આ ફિલ્મમાં સલમાન ખાન પણ કેમિયો રોલ કરતા જાવામળશે. ફિલ્મનું નિર્દેશન આનંદ એલ રાયે કર્યું છે. ઝીરો ફિલ્મનું ટ્રેલર શાહરૂખના બર્થડે પર રીલીઝ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલરને ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે. ફિલ્મનાકેટલાક ગીતો પણ લોન્ચ થઇ ચુક્વ્યા છે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY