દેશનાં સૌથી લાંબા પુલનું થશે નિર્માણઃ આસામ અને મેઘાલયને જાડશે

0
66

ન્યુ દિલ્હી,તા.૨૦
વિકાસ પંથે ચાલી રહેલા ભારતમાં સૌથી મોટા પુલનું નિર્માણ થવા જઇ રહ્યું છે. જેની લંબાઇ આશરે ૨૦ કિલોમીટરની રહેશે. આ પુલનું નિર્માણ આસામ અને મેઘાલયને જાડવા માટે કરવામાં આવી રહ્યું છે. જે બ્રહ્મપુત્ર નદી પર બનાવામાં આવશે.
૨૦ કિમોમીટર જેટલો લાંબો ફોર લેન બ્રિજ ૨૦૨૬ થી ૨૦૨૭ સુધીમાં નિર્માણ પામશે. આ પુલને બનાવવામાં આવતી અડચણોને નિવારવા માટે સરકાર દ્વારા રાજ્યમાર્ગ નિર્માણ વિભાગ, નેશનલ હાઇ-વે એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અને ફ્રાન્સની મોટી નિર્માણ કંપનીનો સંપર્ક કરવામાં આવ્યો છે.
આ પુલ આસામના ઢુબરી અને મેઘાલયના ફુલવાડીને જાડશે. હાલમાં વાહનો લગભગ ૨૦૦ કિલોમીટરનું અંતર કાપીને આસામ-મેઘાલયમાં દાખલ થાય છે. તેમજ બન્ને રાજ્યોને જાડતી બ્રહ્મપુત્ર નદીમાં નાની બોટ સેવા ઉપલબ્ધ છે જેમાં આ અંતર કાપતા બે થી અઢી કલાકનો સમય લાગે છે. આ પુલના નિર્માણ પછી નદી પાર કરવામાં માત્ર ૧૫થી ૨૦ મિનિટનો સમય લાગશે.
ભારતમાં અત્યારે સૌથી લાંબો રિવર બ્રિજ ઢોલા-સાદિયા છે જે ૯.૧૫ કિલોમીટર લાંબો છે. જેને સાર્વજનિક ઉપયોગ માટે ગત વર્ષે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
પરિવહન મંત્રાલયના એક ઉચ્ચ અધિકારી મુજબ આ પુલના નિર્માણથી બન્ને રાજ્યો વચ્ચે આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે, જે લાંબા ગાળે આસામ અને મેઘાલય માટે સકારાત્મક બાબત છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY