વ્યારા ખાતે આશા સંમેલન યોજાયું

0
56

વ્યારા:
તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે આવેલા શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે. જાહેર આરોગ્ય સમિતિ, જિલ્લા પંચાયત, તાપીના અધ્યક્ષ રાધિકાબેન વસાવાના અધ્યક્ષસ્થાને આશા સંમેલન અને ઇનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન પ્રસંશનીય કામગીરી કરનાર ૧૪ આશા વર્કર બહેનોને લોખંડની કડાઇનું ઇનામરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી રંગુનવાલાએ વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. હર્ષદભાઇ પટેલે આરોગ્ય વિષયક કામગીરીમાં આશાબહેનોની વિશેષ ભૂમિકા હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન આશા બહેનોએ આરોગ્યલક્ષી નાટકો અને આદિવાસી નૃત્યુ રજૂ કર્યું હતું. આર.સી.એચ.ઓ બિનેશ ગામીતે આશા બહેનોની કામગીરીને બિરદાવી વધુ સારી કામગીરી કરવા આહ્વાન કરી આભારવિધિ આટોપી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY