નારી અદાલત, તાપી દ્વારા મહિલા દિનની ઉજવણી કરાઇ

0
44

વ્યારા:
રાજય મહિલા આયોગ સંચાલિત નારી અદાલત, તાપી દ્વારા ગત તા. ૦૮મી, માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા દિનની ઉજવણી નિમિત્તે તાપી જિલ્લાના દહેજ પ્રતિબંધક અધિકારી ધર્મેશભાઇ વસાવએ મહિલાઓના શિક્ષણ, સી.ડી.પી.ઓ ધનુબેન પટેલે મહિલા અને બાળ કલ્યાણકારી યોજનાઓ, એડવોકેટ કાશ્મીરાબેન ગામીતે મહિલાઓના કાયદાઓ વિષયક, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ઉચ્છલના અધ્યાપિકા દિવ્યાબેન ગામીતે મહિલા સશક્તિકરણ અને નારી અદાલતના જિલ્લા કો-ઓર્ડિનેટર યોગીતાબેન ચૌધરી અને તાલુકા કો-ઓર્ડિનેટર સીમાબેન પાટીલે નારી અદાલત અને તેની કામગીરી અંગે વિગતે માહિતી આપી હતી. કાર્યક્રમનું સંચાલન ભદ્રાબેન અને હર્ષિદાબેને કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લાભરની બહેનો ઉપસ્થિત રહી હોવાનું જિલ્લા કો-ઓર્ડિનેટર, નારી અદાલત, તાપી તરફથી જણાવાયું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY