જાકાર્તા,તા.૨૯
૧૮મી એશિયન ગેમ્સમાં આજે ૧૧માં દિવસે ભારતનો દિવસ રહ્યો હતો. ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટમાં ભારતે એક પછી એક બે ગોલ્ડ મેડલ જીતી લીધા હતા. પ્રથમ ગોલ્ડ પંજાબના એÂથ્લટ અપરિન્દરસિંહે ત્રિપલ જંપમાં જીત્યો હતો ત્યારબાદ મહિલા હેપ્થટૈથલોનમાં સપના બર્મને કમાલ કરીને ભારતને ૧૧મો સુવર્ણ ચંદ્રક અપાવ્યો હતો. પંજાબના અમૃતસરના અરપિન્દરે ત્રીજા કુદકો ૧૬.૭૭ મીટર કુદીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. સપના બર્મને એÂથ્લટમાં દેશને પાંચમો ગોલ્ડ અપાવ્યો હતો. ભારતના હવે ૫૪ મેડલ થઇ ચુક્યા છે. ટ્રેક એન્ડ ફિલ્ડમાં પાંચ ગોલ્ડ મેડલ ભારતને મળી ચુક્યા છે જેમાં નિરજ ચોપડા, તેજેન્દરપાલસિંહ, મનજીતસિંહ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યા છે. અગાઉ એશિયન ગેમ્સમાં ભારતનો શાનદાર દેખાવ ૧૧માં દિવસે પણ જારી રહ્યો હતો. આજે એÂથ્લટ મનજીતસિંહે ટ્રેક ઉપર ધૂમ મચાવી હતી અને એશિયન ગેમ્સમાં પુરુષોની ૮૦૦ મીટર દોડમાં પ્રબળ દાવેદાર ગણાતા પોતાના જ સાથી જિનસન જાન્સનને પાછળ છોડીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. ભારતે આ સ્પર્ધામાં બે મેડલ જીત્યા હતા જેમાં ગોલ્ડ અને સિલ્વરનો સમાવેશ થાય છે. મનજીતને મેડલ માટે દાવેદાર ગણવામાં આવી રહ્યો ન હતો પરંતુ મનજીતે અનુભવી જાન્સનને પાછળ છોડીને એક ૧-૪૬.૧૫ સેકન્ડનો સમય કાઢીને શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. જ્યારે એશિયન ચેÂમ્પયનશીપમાં મેડલ વિજેતા જાન્સનને એક મિનટ ૪૬.૩૫ સેકન્ડનો સમય લાગ્યો હતો. સ્ટાર ભારતીય બેડમિંટન ખેલાડી પીવી સિંધૂએ બેડમિંટનમાં મહિલા સિંગલ્સની ફાઇનલમાં હારી ગઈ હતી છતાં ઇતિહાસ સર્જ્યો હતો. વર્લ્ડ નંબર એક ખેલાડી તાઈ જુ સામે સીધા સેટોમાં તે હારી ગઈ હતી પરંતુ સિલ્વર મેડલ જીત્યો હતો. આની સાથે જ એશિયન ગેમ્સમાં સિલ્વર જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ હતી. સેમિફાઇનલમાં સાયના નેહવાલને હરાવનાર તાઈ ઝુએ જારદાર રમત રમી હતી. આ પહેલા પીવી સિંધુએ ૧૮મા એશિયન ગેમ્સમાં સોમવારે બેડમિંટનની સેમીફાઇનલમાં જાપાનની અકાને યામાગુચીને ૨૧-૧૭, ૧૫-૨૧, ૨૧-૧૦થી હરાવી દીધી. સિંધુ એશિયાડમાં બેડમિંટનના ૫૬ વર્ષના ઈતિહાસમાં ફાઇનલ મુકાબલામાં સ્થાન મેળવાનારી પહેલી ભારતીય બની. અન્ય રમતોમાં પણ ભારતનો દેખાવ આજે જારી રહ્યો હતો. ટ્રેક એન્ડ ફિલ્ડમાં આ વખતે ભારતનો દેખાવ સૌથી શાનદાર રહ્યો છે. ટ્રિપલ જંપમાં ભારતીયો છવાયેલા રહ્યા છે. સપનાએ ઇતિહાસ રચિને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ વખતે ભારતીય ખેલાડીઓ તમામ રમતમાં ખાસ કરીને ટ્રેક એન્ડ ફિલ્ડ, શૂટિંગ અને ટેનિસમાં છવાયા છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





