અઠવાડીયાથી ભાજપ અમારા ધારાસભ્યને ગાળો બોલી ઉશ્કેરતું હતું : ધાનાણી

0
143

ગાંધીનગર,
તા.૧૪/૦૩/૨૦૧૮

ગુજરાત વિધાનસભામાં આજે એક ઈતિહાસને કલંકીત કરતી ઘટના સર્જાઈ છે. આજે ગુજરાત વિધાનસભાના પ્રશ્નોત્તરીકાળ દરમ્યાન વિધાનસભા અદ્યક્ષે કોંગ્રેસને કોઈ મુદ્દે પ્રશ્નો ના પુછવા દેવાના મામલે ધારાસભ્યો ઉશ્કેરાયા અને ગૃની અંદર જ મારામારીના વરવા દ્રશ્યો સર્જાયા. કોંગ્રેસનો આક્ષેપ છે કે, ભાજપના ધારાસભ્યો દ્વારા વારંવાર અપશબ્દો ઉચ્ચારી અમારા ધારાસભ્યોને ઉશ્કેરવામાં આવી રહ્યા હતા, જેથી અમારા ધારાસભ્યોએ આ પ્રકારનું વર્તન કરવું પડ્યું છે. તો જાઈએ કોંગ્રેસ નેતાઓએ વિધાનસભામાં મારમારીની ઘટના પર શું પ્રતિક્રિયા આપી.

ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, ભાજપ સ્પકર રુલ્સની આળમાં ક્યારેક વિપક્ષના સભ્યોને ટોકીને ગૃહને ભ્રમિત કરવાનો પ્રયાસ કરે છે. કોંગ્રેસના સભ્યો પર વારંવાર વ્યક્તગત આરોપો કરવા છતાં પણ ગૃહમાં ભાગ લઈ રહ્યા છે. જગદીશ પંચાલ, હર્ષ સંઘવી અને નવા ચૂંટાયેલા સભ્યો દ્વારા હલકી કક્ષાની ગાળો બોલવામાં આવે છે. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને ધમકવાનો પ્રયાસ કરવામાં આવે છે અને માં અને બેન સમી ગાળો આપી કોંગ્રેસ પક્ષના સભ્યોને ઉશ્કેરવામાં આવે છે.

કોંગ્રેસના આ સભ્યોનું ઉગ્ર થવુંએ આકસ્મક હતું આયોજિત ન હતું. પરંતુ હર્ષે સંઘવી, જગદીશ પંચાલ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી ગાળો બોલી ઉશ્કેરવાનો પ્રયાસ કરતા હતા. આ બનાવને હું વખોડી કાઢું છું, સંસદીય પ્રણાલી પ્રમાણે ગૃહ યોગ્ય ચાલે તેના અમે હિમાયતી છીએ. ગૃહના અધ્યક્ષ દ્વારા પણ ગૃહનું સારું સંચાલન કરવામાં આવતું નથી. છેલ્લા એક અઠવાડિયાથી ભાજપના સભ્યો દ્વારા ગાળો અને ઉશ્કેરવાનો પ્રયાસ કરાતો હતો, તે પરથી લાગી રહ્યું છે કે, આ ભાજપ સરકારનું પૂર્વે આયોજિત કાવતરું હતું. અમે અમારા સભ્યોને પણ ઠપકો આપ્યો છે. ભાજપના સભ્યો દ્વારા હરેન પંડ્યા જેવી હાલત થશે તેવા ઈશારા કરે છે.

નિયમ ૧૦૩ અંતર્ગત અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરાઈ, નિયમ પ્રમાણે ૧૪ દિવસમાં ચર્ચા કરવાની હોય છે. આ દરખાસ્ત ચર્ચામાં ન આવે તેવું અમે ઇચ્છતા ન હતા, પરંતુ માત્ર ધ્યાન દોરવા માગતા હતા. ભાજપના આ સ્ન્છ અધ્યક્ષની અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા થાય તેવું ઇચ્છતા હોય તેવું લાગે છે. તેઓ એક અઠવાડિયે આ પ્રકારની હરકતો કરે છે. વિક્રમ માંડમ દ્વારા પણ આજે પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવામાં આવ્યો હતો, આશારામ આશ્રમમાં જે બાળકોની બલી અપાઈ તે બાળકો જામનગરના હતા, ત્યારે તેમની વિગત માટે તેમના દ્વારા આ ઓઈન્ટ ઓફ ઓર્ડર ઉઠવવામાં આવ્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY