તમિલનાડુમાં ખેડૂતોના મુદ્દે આંદોલન કરી રહેલા યોગેન્દ્ર યાદવની અટકાયત

0
11

ચેન્નાઈ,તા.૮
સ્વરાજ ઈન્ડિયાના અધ્યક્ષ અને આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા યોગેન્દ્ર યાદલની તમિલનાડુમાં અટકાયત કરવામાં આવી છે. યોગેન્દ્ર યાદવ તિરૂવનમલાઈમાં ખેડૂતોના મુદે વિરોધ કરી રહ્યા હતા. તિરૂવનમલાઈના ખેડૂતો સલેમ અને ચેન્નાઈ વચ્ચે નિર્માણ કરવામાં આવી રહેલા એક્સપ્રેસ હાઈવેનો છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે.
વિરોધ દરમ્યાન યોગેન્દ્ર યાદવ સાથે કેટલાક ખેડૂતોની પણ અટકાયત કરવામાં આવી છે. અટકાયતમાં લેવામાં આવેલા યોગેન્દ્ર યાદવે જણાવ્યુ કે, પોલીસે અમારો મોબાઈલ છીનવી લેવાની કોશિશ કરી હતી.
અમે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યા હતા. જે દરમ્યાન પોલીસે ખેડૂતો પર દમન ગુજાર્યુ હતું. તમિલનાડુમાં પ્રજાનુ નહીં પોલીસનું રાજ આવી ગયુ છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY