જમ્મુ,તા.૮
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુખ અબ્દુલાએ ફરી એક વખત ચુંટણીનો બહિષ્કાર કરવાની ચેતવણી આપી છે. અબ્દુલાએ શ્રીનગરમાં આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જો આર્ટિકલ ૩૭૦ અને આર્ટિકલ ૩૫છ પર કેન્દ્ર સરકારે વલણ સ્પષ્ટ ન કર્યું તો તેમની પાર્ટી પંચાયત ચુંટણીની સાથે લોકસભા અને વિધાનસભા ચુંટણીનો પણ બહિષ્કાર કરશે.
ફારુખ અબ્દુલા આ પહેલા પંચાયત ચુંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી ચૂક્યા છે. જમ્મુ કાશ્મીરમાં ઓક્ટોબર-નવેમ્બરમાં પંચાયત અને નગર નિગમની ચુંટણી થવાની છે. પણ રાજ્યમાં ચાલી રહેલા રાજનીતિક બબાલ વચ્ચે નેશનલ કોન્ફરન્સે કહ્યું છે કે કેન્દ્ર સરકાર પહેલા આર્ટિકલ ૩૫છ પર પોતાનું વલણ સ્પષ્ટ કરે અને પછી ચુંટણી કરાવે.
પાર્ટી સંસ્થાપક શેખ અબ્દુલાની મજાર પર આયોજીત એક કાર્યક્રમમાં ફારુખ અબ્દુલાએ કહ્યું હતું કે હું (અજીત) ડોભાલ અને કેન્દ્ર સરકારને જણાવવા માંગુ છું કે જો કાશ્મીરનું અલગ વિધાન ખોટું છે તો જમ્મુ કાશ્મીરનું ભારતમાં વિલય પણ ખોટું છે. આ વિલય સમયે જ રાજ્યના હિતોને સુરક્ષિત રાખવા માટે કાનુન બનાવવામાં આવ્યા હતા.
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ પાડોશી દેશ પાકિસ્તાન સાથેના સંબંધોને લઈને પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે જ્યારે વાજપેયી પ્રધાનમંત્રી તરીકે પાકિસ્તાન જઈ શકે છે અને કહી શકે છે કે ભારત પાકિસ્તાનને એક રાષ્ટ્રના રૂપમાં સ્વીકાર કરે છે અને તેમની સાથે સંબંધો સુધારવા માંગે છે. જો આપણે પાડોશી સાથે દોસ્તી વધારીઓ તો આપણા બંનેની ભલાઈ છે. મને આશા છે કે પ્રધાનમંત્રી વિશે વિચારશે અને આ મુદ્દે કામ કરશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




