લોંસ એંજલ્સ,તા.૮
અમેરિકાના પ્રખ્યાત રૈપર મૈક મિલરનું નિધન થયું છે. સૂત્રો મુજબ ૨૬ વર્ષના મિલર તેમના , લોસ એન્જલસ સ્થિત ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. જો કે આ સમાચારની પુષ્ટિ તેમના પરિવાર દ્રારા પણ અપાઇ હતી.
મિલરની મોતનું કારણ હજી સુધી જાણવામાં આવ્યું નથી, પરંતુ અહેવાલ છે કે તેમની મોત ડ્રગ્સના ઓવરડોઝથી થઇ હતી. લોસ એન્જલસ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સ્થાનીક સમય મુજબ શુક્રવાર બપોરે પહેલા વૈલીક્રિસ્ટ રોડના ૧૧૬૦૦ નંબરના બ્લોકમાં મોતના એક મામલાની તપાસ માટે ફોન આવ્યો હતો. જો કે કોરોનર ઓફિસ હવે આ મામલાની તપાસ કરશે.
મિલરનું વાસ્તવિક નામ મૈલ્કમ મૈકકોર્મિક હતું. તેમણે પોતાની જન્મભૂમિ પિટ્સબર્ગથી કિશોરઅવસ્થામાં સંગીતની દુનિયાનો સફર શરૂ કર્યો હતો. ૨૦૧૨માં આવેલા તેમના પહેલા આલ્બમ “બ્લૂ સ્લાઇડ પાર્ક” એ ધૂમ મચાવી હતી, છેલ્લા ૧૬ વર્ષથી વધારે વર્ષોમાં બિલબોર્ડ ચાર્ટમાં પ્રથમ સ્થાને પહોંચનાર “બ્લૂ સ્લાઇડ પાર્ક” પહેલું ઇન્ડીપેન્ડેન્ટ આલ્બમ હતું.
મિલરે ગયા મહિને પોતાનું પાંચમું આલ્બમ “સ્વિમિંગ બહાર પાડ્યું હતું. તે પોતાના કેરિયરની સાથે-સાથે અંગત જીવન માટે પણ જાણીતા હતા. ગાયિકા એરિયાના ગ્રાન્ડે સાથેના તેમના રોમાંસે ખૂબ જ પ્રસિધ્ધ મેળવી હતી. તેમના બે વર્ષના સંબધમાં “માય ફેવરેટ પાર્ટ” અને “ધ વેય” સહિત ઘણા પોપ સોન્ગ આપ્યા. મિલરથી છૂટા પડ્યા બાદ એરિયાના હાસ્ય અભિનેતા પીટ ડેવિડસનને ડેટ કરવા લાગી હતી. જૂન ૨૦૧૮માં ડેવિડસને એરિયાના સાથે સગાઇની પુષ્ટિ આપી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






