બાગપત,તા.૫
ભારતીય વાયુસેનાનું એક એરક્રાફ્ટ ઉત્તરપ્રદેશનાં બાગપતમાં ક્રેશ થવાની ઘટના સામે આવી છે. આ વિમાનમાં સવાર બંને પાયલટ સુરક્ષિત છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, સવારે ભારતીય વાયુસેનાનું ટૂ-સીટર માઈક્રોલાઈટ એરક્રાફ્ટે હિંડન એરબસથી ઉડાન ભરી હતી. સવારે ૯.૪૫ વાગ્યે તહસીલનાં રંછાડ ગામ પરથી આ એરક્રાફ્ટ પસાર થઈ રહ્યુ હતું. પંરતુ અચાનકથી નીચેની તરફ જવા લાગ્યું.
આ એરક્રાફ્ટ એરફોર્સ ડેની તૈયારી કરી રહ્યુ હતું. જ્યારે આ વિમાન બાગપત પાસે પહોંચ્યુ તો પાયલટે વિમાનને ખેતરોમાં ઉતારી દીધુ હતું. સેના તરફથી જાણવા મળ્યું છે કે, એરક્રાફ્ટ ડેઈલી રૂટીન પ્રમાણે ઉડાન ભરી રહ્યુ હતું પરંતુ કોઈ તકનિકી ખરાબીનાં કારણે તેમને તાત્કાલિક બાગપતમાં ઉતારવું પડ્યું.
એરક્રાફ્ટમાં સવાર મહિલા અને પુરુષ બંને પાયલટ સુરક્ષિત છે. તેમજ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાની તપાસ કર્નલ સ્તરના અધિકારી દ્વારા કરવામાં આવશે. મહિલા પાઈલટ અને પુરુષ પાઈલટે પેરેશૂટથી કૂદીને જીવ બચાવ્યો હતો. વાયુસેનાનાં અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. એરક્રાફ્ટ આનંદ શર્મા નામનાં ખેડૂતનાં ખેતરમાં ક્રેશ થયું છે. ડરનાં માર્યા ખેતરમાં હાજર લોકોએ દોડાદોડી મચાવી દીધી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




