અભિનેતા આયુષ્યમાન ખુરાના બોલ્યો મારી પત્નીના કેન્સરને મેં પોઝિટીવ રીતે લીધું અને અમે ફિલ્મ જોવા ગયા હતા

0
27

મુંબઈ,તા.૧
હોનહાર ગાયક અભિનેતા આયુષમાન ખુરાનાએ કહ્યું હતું કે મારી પત્ની તાહિરાને કેન્સરનું નિદાન જાહેર થયું ત્યારબાદ અમે આખી વાતને પોઝિટિવ રીતે લઇને ફિલ્મ જાવા ગયાં હતાં.
‘તાહિરાને ઓ લેવલનું કેન્સર થયાનું નિદાન મારા બર્થ ડે એ એટલે કે સપ્ટેંબરની ૧૪મીએ જાહેર થયું હતું. તાહિરા સ્વસ્થ અને શાંત હતી. આખીય વાતને અમે પોઝિટિવ રીતે લીધી હતી અને તરત ફિલ્મ જાવા ગયાં હતાં’ એમ આયુષમાને કહ્યું હતું.
અમારી પાસે બે વિકલ્પ હતા- કાં તો ગભરાઇને રોકકળ કરવી અથવા આખી ય વાતને પોઝિટિવ રીતે લઇને સામનો કરવો. અમે બીજા વિકલ્પ પસંદ કર્યો હતો અને નિદાન પછી તરત ફિલ્મ જાવા ગયાં હતાં.
‘અમે વિચાર્યું હતું કે નિદાનની જાણ થઇ ચૂકી છે. હવે ઘેર જઇને રોવા બેસવા કરતાં કાં ન નોર્મલ રીતે વર્તીએ ? એટલે અમે મનમર્ઝિયાં ફિલ્મ જાવા ગયાં હતાં’ એમ આયુષમાને ઉમેર્યું હતું.
તાહિરા પર તાજેતરમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. એ દિવસોમાં આયુષમાન દિવસે શૂટિંગ કરતો હતો અને રાત્રે પત્ની પાસે હોસ્પિટલમાં જતો હતો. એ કહે છે કે અમે વાતને પોઝિટિવ રીતે લીધી એટલે આ રીતે આગળ વધ્યા વિના છૂટકો નહોતો. તાહિરા પર મેસેક્ટોમી (શસ્ત્રક્રિયા ) થઇ ચૂકી છે. હવે એ ધીમે ધીમે સુધારા પર છે.
હાલ આયુષમાનની કોમેડી ફિલ્મ બધાઇ હો રજૂ થવાની છે. એ પત્નીની તબિયતની સાથો સાથ આ ફિલ્મના પ્રમોશનની દોડાદોડ પણ કરી રહ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY