ન્યુ દિલ્હી,તા.૨૭
સામાન્ય વ્યક્તિ જો ઇન્કમટેક્ષની વિગતો આપવામાં થાપ ખાઇ જાય તો તેનું જીવવું હરામ થઇ જાય પણ જા એ વ્યક્તિ ચુંટાયેલો હોય તો સ્થિતિ બદલાઇ જાય છે.
સાત સાંસદો અને ૧૯૯ ધારાસભ્યોએ તેમના પાન કાર્ડની વિગતો જાહેર કરી નથી. ચૂંટણી લડવા માટે આ વિગતો આપવી જરૂરી હોય છે.
એસોશિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)અને નેશનલ ઇલેક્શન વોચ નામની સંસ્થાઓ દ્વારા સાંસદો અને ધારાસભ્યોનાં પાન કાર્ડની વિગતોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ અહેવાલ મુજબ, ૫૪૨ સાંસદો અને ૪,૦૮૬ ધારાસભ્યોના પાન કાર્ડની વિગતોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.
નિયમ એવો છે કે, કોઇ પણ વ્યક્તિ ચૂંટણી લડવા માટે ઉમેદવારી પત્ર ભરે ત્યારે તે વ્યક્તએ તેની પાન કાર્ડની વિગતો એફિડેવિટની સાથે આપવાની હોય છે.
આ અહેવાલમાં જે વિગતો આવી છે જાણવા જેવી છે. કોંગ્રેસનાં ૫૧ ધારાસભ્યો અને ભાજપનામ ૪૨ ધારાસભ્યોએ તેમની એફિડેવિટમાં પાન કાર્ડની વિગતો જાહેર કરી નથી. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કિસ્ટ)નાં ૨૫ ધારાસભ્યોએ પણ આ વિગતો જાહેર કરી નથી. જા રાજ્ય પ્રમાણે આ વિગતો જાઇએ તો, પાનકાર્ડની વિગતો નહીં
જાહેર કરનારા ધારાસભ્યો કેરળમાંથી આવે છે. કેરળનાં ૩૩ ધારાસભ્યોએ પાન કાર્ડની વિગતો જાહેર કરી નથી. આ પછી મિઝોરમનાં ૨૮ ધારાસભ્યોએ તેમના પાનકાર્ડની વિગતો આપી નથી અને મધ્યપ્રદેશનાં ૧૯ ધારાસભ્યોએ પણ પાનકાર્ડની વિગતો આપી નથી.
રસપ્રદ વાત એ છે કે, મિઝોરમ વિધાનસભામાં માત્રપ ૪૦ ધારાસભ્યો જ છે. તેમાંથી ૨૮ ધારાસભ્યોએ પાનકાર્ડની વિગતો જાહેર કરી નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



