મેલબર્ન,તા.૧૭
ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન માઇક હસીનું માનવું છે કે, ભારતને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ આગામી ટેસ્ટ સિરીઝમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ઉણપનો સામનો કરવો પડશે.
ટેસ્ટ સિરીઝ છ ડિસેમ્બરે એડિલેડમાં શરૂ થશે. પંડ્યાને સપ્ટેમ્બરમાં એશિયા કપ દરમિયાન કમરની નીચેના ભાગમાં ઇજા પહોંચી હતી. હસીએ કહ્યું,’હાર્દિક ખુબ જ પ્રતિભાશાળી છે અને મને વિશ્વાસ છે કે, ઓસ્ટ્રેલિયાની પરિÂસ્થતિમાં તે ખુબ જ સારૂ પ્રદર્શન કરતો. તેની ઓલરાઉન્ડરની રમતથી ટીમને સંતુલન મળે છે. તેની કમી ભારતને જરૂરથી ખલશે.’
સ્ટાર ખેલાડીઓ વીના ઉતરી રહેલ ઓસ્ટ્રેલિયા ટીમ વિરૂદ્ધ ભારત પાસે સિરીઝ જીતવાની સારી તક છે. પરંતુ ‘મિસ્ટર ક્રિકેટ’ને વિશ્વાસ છે કે યજમાન ટીમના અનુભવી બોલરનું આક્રમણ ભારતીય યુવા બેટ્સમેનોને પરેશાન કરશે. તેમણે કહ્યું,’ભારત પાસે સારી તક છે કારણ કે, તે સારી ટીમ છે અને ભારત પાસે સારા બોલરો પણ છે. ઓસ્ટ્રેલિયાના બોલરો પણ આક્રામક છે અને તેઓ ભારતના યુવા બેટ્સમેનોને પડકાર આપશે. ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર હરાવવું મુશ્કેલ છે.’
ઓસ્ટ્રેલિયા માટે સૌથી મોટો પડકાર ભારતીય કપ્તાન વિરાટ કોહલીના બેટ પર અંકુશ લગાડ્વો છે. અને હસીએ કહ્યું કે, યજમાન બોલરોએ ભારતીય કપ્તાન સામે સંયમ જાળવવો પડશે.
તેમણે વધુમાં કહ્યું,’ઓસ્ટ્રેલિયાઇ ટીમ કોહલી વિરૂદ્ધ તૈયારીમાં ઉતરશે પરંતુ તેના પર અમલ કરવો પડશે. ઓસ્ટ્રેલિયાઇ બોલરોએ કોહલી જેવા વિશ્વસ્તરિય ખેલાડી સામે લાંબા સમય સુધી સંયમ જાળવવો પડશે.’
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





