પાકિસ્તાન ભારતને નુકસાન પહોંચાડશે તો જડબાતોડ જવાબ અપાશે : રણબીર સિંહ

0
4

ન્યુ દિલ્હી,તા.૧૭
ભારતીય સેનાની નોર્ધન કમાન્ડના જીઓસી લેફ્ટિનેન્ટ જનરલ રણબીર સિંહે કહ્યું છે કે જા પાકિસ્તાન ભારતને નુકસાન પહોંચાડનારી ગતિવિધિઓ ચાલુ રાખશે. તો પાકિસ્તાનને તેની સજા આપવામાં આવશે. લેફ્ટિનેન્ટ જનરલ રણબીરસિંહે કહ્યું છે કે શસ્ત્રવિરામ ભંગ કરનારા પાડોશી દેશને તેની હરકતનો આકરો જવાબ આપવામાં આવ્યો છે.
નોર્ધન કમાન્ડના જીઓસીની ટીપ્પણી તાજેતરમાં જમ્મુ ક્ષેત્રની એલઓસી નજીક છૂપાઈને કરવામાં આવેલા હુમલાઓમાં થયેલી મોતની ઘટનાઓની પૃષ્ઠભૂમિમાં આવી છે. આર્મી ગુડવિલ સ્કૂલોના શિક્ષકોને સમ્માનિત કાર્યક્રમથી અલગ મીડિયા સાથેની વાતચીતમાં લેફ્ટિનેન્ટ જનરલ રણબીરસિંહે કહ્યું છે કે સ્થળ પર હાજર જવાનોને બિલકુલ સ્પષ્ટ સંદેશો છે કે જા પાકિસ્તાન આવી ગતિવિધિઓને ચાલુ રાખે છે. નિયંત્રણ રેખા નજીક ભારતના રાષ્ટ્રીય હિતોને નુકસાન પહોંચાડે છે. તો પાકિસ્તાનને તેની હરકત મુજબ દંડિત કરવામાં આવે.
લેફ્ટિનેન્ટ જનરલ રણબીરસિંહે કહ્યું છે કે નિયંત્રણ રેખા નજીક એક વિસ્તારમાં છૂપાઈને હુમલાની ઘટનાઓ નિયમિત ધોરણે થઈ રહી છે અને આના સંદર્ભે તેમણે પોતાના પાકિસ્તાની સમકક્ષો સાથે નિયમિત ધોરણે વિરોધ પણ વ્યક્ત કર્યો છે. તેમણે કÌš છે કે જ્યારે પણ શસ્ત્રવિરામ ભંગ થાય છે. ત્યારે તેનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે.
લેફ્ટિનેન્ટ જનરલ રણબીર સિંહે કહ્યું છે કે અંકુશ રેખા પારથી ઘૂસણખોરીની ગતિવિધિઓને પાકિસ્તાને સમર્થન આપવાનું ચાલુ રાખ્યું છે. તેમણે કહ્યું છે કે આખી નિયંત્રણ રેખા પર ભારતીય સેના તેનાત છે અને આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવાના પાકિસ્તાનના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે સક્ષમ છે. સેનાની નોર્ધન કમાન્ડના જીઓસીએ કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરની અંદરના વિસ્તારોમાં સુરક્ષા સ્થિતિ સ્થિર છે પણ નાજૂક છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY