જય ભારત ઓટો રીક્ષા એસોસિયેશન દ્રારા ગોલ્ડન બ્રિજ ઉપર થી આવનારા દિવસોમાં થ્રી વિલર ઓટો રીક્ષા બંધ કરવાના નિર્ણયને હળવો કરવા માટે રેલી સ્વરૂપે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું….

0
153

આજ રોજ જય ભારત રીક્ષા એસોસિયેશન તરફ થી કસક સર્કલ થી કલેકટર કચેરી સુધી રેલી કાઢી ભરૂચ જિલ્લા કલેકટર કચેરી પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું.કલેકટર ભરૂચ દ્રારા તારીખ ૨૧/૨/૧૮ ના રોજ એક જાહેર નામું બહાર પાડવામાં આવેલ કે ગોલ્ડન બ્રિજની સમાંતર બની રહેલ અન્ય બ્રિજની કામગીરી અર્થે માત્ર ટુ વહીલર વાહન ચાલકોજ ગોલ્ડન બ્રિજનો ઉપયોગ કરી શકશે.અને બીજા અન્ય વાહનો માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.ત્યારે જય ભારત રીક્ષા એસોસિયેશનની અરજ છે કે ભરૂચ ,અંકલેશ્વર, હાંસોટ નેત્રંગ ,વાલિયા, પાનોલી, જેવાં ગ્રામ તેમજ તાલુકા અને ૩૫ થી ૩૭ ગામોની જીવાદોરી સમાન ગોલ્ડન બ્રિજ ઉપર પ્રજા તેમજ નોકરિયાત વર્ગ,કામદાર,અને ગૃહણીઓ માટે ફક્તને ફક્ત ઓટો રીક્ષા જ અવર જવર માટેનું સાધન છે.માટે થ્રી વિલર ઓટો રીક્ષાને છુટ આપવા વિનંતી કરેલ છે.આજુ બાજુના ગામના લોકો અને બહાર થી મુસાફરી કરી આવનાર પાસે ટુ વિલરની સગવડ ના હોય તેમજ આગળ પાછળના ગામો ખેડૂત સમૃદ્ધ ના હોઈ ભરૂચ જીવાદોરી સમાન થ્રી વિલર ઓટો રીક્ષા માટે ઉપયોગી થાય છે.અને ગોલ્ડન બ્રિજ પાસે આવેલ પોલીસ ચોકી પાસે હંગામી ધોરણે બ્રીજનું માળખું તૈયાર થઈ રહેલ છે ત્યાં નીચે રિક્ષાઓ પાર્ક કરવાની પરવાનગી આપવામાં આવે તેવી પણ માંગ કરેલ છે.અને જો આ માંગણીઓ નહીં સ્વીકારવમાં આવે તો ૫૦૦ થી વધુ ઓટો રીક્ષા ચાલકોની રોજી રોટીનો સવાલ આવીને ઉભો થઇ જશે.માટે જાહેરનામાં માંથી અવર જવર માટે રિક્ષાને પરવાનગી આપવામાં આવે તેવી માંગ કરેલ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY