આમિર ખાન હોલિવૂડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગંપ’ની રિમેક બનાવશે

0
19

મુંબઈ,તા.૯
આમિર ખાન એક પ્રખ્યાત હોલિવૂડ ફિલ્મની રિમેક બનાવવાની તૈયારી કરી રહ્યો છે. જેના કારણે આમિરે મહાભારત પ્રોજેક્ટ પર કામ કરવાનું ટાળ્યું છે. રિપોર્ટ મુજબ આમિર ખાન હોલિવૂડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગંપ’ની રિમેક બનાવશે. આ ફિલ્મ અમેરિકામાં ૧૯૯૪માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં હોલિવૂડ સ્ટાર ટોમ હેંક મુખ્ય ભૂમિકામાં હતા. તમને બતાવી દઈએ કે આ ફિલ્મ એક કોમેડી ડ્રામા ફિલ્મ હતી જેમા એક લો આઈ ક્યૂ વાળા શખ્સની કહાની દર્શાવવામાં આવી હતી.
આ ફિલ્મે બોક્સ ઓફિસ પર તે સમય ખૂબ ધમાલ મચાવી હતી અને દર્શકોને ઘણી પસંદ આવી હતી. જાકે હવે આમિરને આશા છે કે આ ફિલ્મ ભારતમાં પણ સારો બિઝનેસ કરશે. સૂત્રો મુજબ આમિરે પેરામાઉટ પિક્ચર્સ સાથે કરાર કર્યો છે અને આ કરાર એક ઓસ્કર એવોર્ડ વિનિંગ ફિલ્મના અધિકારો સંબંધીત છે. આમિર ખાન તેમના જન્મ દિવસ ૧૪મી માર્ચ પર આ ફિલ્મની આધિકારિક જાહેરાત કરી એવી વકી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY