આયુષ્યમાન યોજનામાં છબરડા : યોગી સરકારના કેબિનેટ મંત્રીનું તથા પરિવારનું પણ નામ

0
7

લખનઉ,તા.૩
આયુષ્યમાન ભારત યોજના’ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૮નાં રોજ રાંચીમાં લોન્ચ કરી હતી. આ સાથે જ પ્રભાત તારા મેદાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીન સિગ્નલ આપીને જણાવ્યું હતું કે, આ યોજના દેશનાં ૪૪૫ જિલ્લાઓમાં લાગુ થશે. આ યોજનામાં ૧૦ કરોડ પરિવારો એટલે કે લગભગ ૫૦ કરોડ લોકોને સમાવી લેવામાં આવે તેવો લક્ષ્ય છે. યોજના લોન્ચ કરાયાનાં દસ દિવસમાં જ આ યોજનાનો લાભ લેનાર લાભાર્થિઓની યાદીમાં થયેલ ગોટાળા સામે આવ્યા છે.
આ યોજના ગરીબીરેખાની નીચે જીવતા તેમજ જરૂરિયાતમંદ લોકો મફતમાં અથવા તો નહિવત ખર્ચે પોતાનો અને પોતાના પરિવારનો ઈલાજ કરાવી શકે તે હેતુથી શરૂ કરવામાં આવી હતી. આયુષ્યમાન ભારત યોજનાનાં લાભાર્થીઓની યાદીમાં ઉત્તરપ્રદેશનાં મંત્રી અને તેમનાં પરિવારનું નામ પણ આ યાદીમાં બોલી રÌšં છે. જેનાં કારણે યોજનાનાં સંચાલન પર સવાલો ઉદ્ભવી રહ્યા છે.
ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારમાં કેબિનેટ મંત્રી સતીશ મહાનાનું તેમજ તેમનાં સમગ્ર પરિવારજનોનાં નામ આયુષ્યમાન યોજનાનાં લાભાર્થીઓ તરીકે દર્શાવવામાં આવ્યું છે. જ્યારે આ વાતની જાણ મંત્રીને થઈ ત્યારે તેમણે તેમનાં સમગ્ર પરિવારનું નામ લાભાર્થીઓની યાદીમાંથી હટાવી દેવા માટેનાં આદેશ આપ્યા છે.
મંત્રીનું કહેવું છે કે તેમને આ અંગે કોઈ જ જાણકારી નથી કે તેમનું તેમજ તેમનાં પરિવારજનોનાં નામ કેવી રીતે તે યાદીમાં આવ્યાં. સતીશ મહાના પરિવારનાં કુલ છ સભ્યોનાં નામ યાદીમાં છે. જેમાં સતીશ મહાના, તેમનાં પત્ની અનીતા મહાના, કરન મહાના, રાધિકા, જાહ્નવી તેમજ નેહા મહાનાનું નામ લાભાર્થીઓની યાદીમાં જાવા મળ્યું હતું. મંત્રી પરિવારનાં સભ્યોનાં નામ કાનપુર નગરનાં લાભાર્થીઓની યાદીમાં જાવા મળ્યાં છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY