કેરળ નન રેપ કેસના આરોપી પૂર્વ બિશપ ફ્રેન્કોની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી

0
7

કોચ્ચી,તા.૩
કેરળ હાઇકોર્ટે બુધવારે રોમન કેથોલિક બિશપ ફ્રેન્કો મુલક્કલની જામીન અરજી ફગાવી દીધી છે. બિશપની એક નન પર વારંવાર બળાત્કાર કરવા અન જાતીય સતામણીના આરોપસર ધરપકડ કરાઇ છે. ફરિયાદી પક્ષે જણાવ્યું હતું કે, આરોપી સમાજમાં એક હોદ્દો ધરાવે છે, તે આ મામલે સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. ન્યાયાધીશ રાજા વિજયરાઘવને ફરિયાદી પક્ષની દલીલને સ્વીકારતા આરોપીની જામીનની અરજી રદ કરી દીધી હતી.
પોલીસે જણાવ્યું કે, આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. ફરિયાદે પક્ષે દલીલી કરી હતી કે, આ મામલે તપાસ હજુ ચાલું છે અને આ સીઆરપીસીની કલમ ૧૬૪ હેઠળ મજિસ્ટ્રેટ સમક્ષક અન્ય નનોનો નિવેદન દાખલ કરવાનો છે. નોંધનીય છે કે, પાલા સ્થિત એક મજિસ્ટ્રેટ કોર્ટે જામીનની અરજી ફગાવી દેતા બિશપે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
નને પોલીસને આપેલા નિવદેનમાં આરોપ લગાવ્યો હતો કે, બિશપ મુલક્કલે મે ૨૦૧૪માં કુરવિલાગડમાં એક અતિથિગૃહમાં તેન પર બળાત્કાર ગુજાર્યો હતો અને બાદમાં અનેક વાર તેની સાથે જાતીય સતામણી કરી હતી. નને જણાવ્યુ હતું કે, તેની ફરિયાદ પર ચર્ચના અધિકારીઓએ કોઇ કાર્યવાહી ન કરતા તેણે પોલીસને જાણ કરી હતી. જાકે બિશપે તેના પર લગાવેલા આરોપોને નકાર્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY