એ.આર. રહેમાન સાથે ગીત ગાનારી અદિતિ રાવ હૈદરીને મળી સિંગિંગ ઓફર

0
16

મુંબઈ,તા.૧૩
ગયા વર્ષે એક એવોર્ડ શોમાં એ.આર. રહેમાન સાથે ગીત ગાનારી અદિતિ રાવ હૈદરીને ત્યારથી જ ઘણી બધી સિંગિંગ ઓફર મળી રહી છે, પરંતુ અદિતિ આ માટે ખુદને તૈયાર સમજતી નથી. તે કહે છે કે હું એક ટ્રેનિંગ લીધેલી ગાયિકા નથી. મારી માતા ગાયિકા છે. તેથી હું ગીત-સંગીતની વચ્ચે મોટી થઇ છું.
મારા કરતાં ઘણી સારી ગાયિકાઓ અહીં હાજર છે, પરંતુ ક્્યારેક કોઈને અનટ્રેઇન્ડ સિંગરની જરૂર હશે ત્યારે હું ચોક્કસ સિંગિંગ કરીશ. અદિતિની બીજી ફિલ્મોની વાત કરીએ તો તે દિગ્ગજ ફિલ્મ નિર્દેશક મણિરત્નમ્‌ સાથે બીજી ફિલ્મની રિલીઝની રાહ જાઇ રહી છે. અદિતિ એક હિંદી ફિલ્મનું શૂટિંગ નવેમ્બર મહિનામાં શરૂ કરશે, જે કુલ ત્રણ ભાષામાં રિલીઝ થશે. આ ઉપરાંત તે દક્ષિણના સુપરસ્ટાર ધનુષ સાથે પણ એક ફિલ્મનું શૂટિંગ કરી રહી છે.
ધનુષના નિર્દેશનમાં બનનારી આ બીજી ફિલ્મ હશે, જેમાં લીડ રોલમાં અદિતિ હશે. ફિલ્મનું શૂટિંગ દક્ષિણ ભારતના એક ગામમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મ અંગે અદિતિએ કહ્યું કે આ પહેલાં પણ એક ફિલ્મ માટે મારે ધનુષ સાથે વાત થઇ હતી, પરંતુ ત્યારે તારીખોની કમીના કારણે હું તે ફિલ્મ કરી શકી ન હતી. હવે મને ખુશી છે કે હું તેની સાથે એક મોટી ફિલ્મ કરી રહી છું. તે એક સારો અભિનેતા છે અને સારો નિર્દેશક છે. કલાકારોને સારી રીતે સમજી શકે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY