ન્યુ દિલ્હી,તા.૨૨
દિલ્હીમાં પેટ્રોલ પંપની હડતાળને લઇને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોદી સરકાર પર મોટો હુમલો કર્યો છે. કેજરીવાલે હડતાળ પાછળ બીજેપીના કાવતરાનો આરોપ લગાવ્યો છે.કેજરીવાલે ટિવટ કરી પેટ્રોલ પંપ માલિકોની હડતાળ બીજેપી પ્રાયોજીત ગણાવી હતી અને કેન્દ્ર સરકારને પેટ્રોલ-ડિઝલની કિંમતોને જીએસટીમાં લાવવાની માંગ કરી હતી. એક પછી એક ટિવટ કરીને કેજરીવાલે મોદી સરકાર પર શાબ્દિક હુમલો કર્યો હતો.
કેજરીવાલે એક અન્ય ટિવટમાં પૂછ્યું હતું કે, કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડિઝલને જીએસટી હેઠળ કેમ લાવી રહી નથી. સાથે કેજરીવાલે ચાર રાજ્યોમાં પ્રતિ લીટર પેટ્રોલના ભાવની યાદી પોતાના ટિવટર પેજ પર જાહેર કરી હતી. કેજરીવાલે ટિવટ કરી પૂછ્યું હતું કે, ઇંધણની કિંમતો દિલ્હીમાં સૌથી ઓછી છે. એવામાં મુંબઇમાં પેટ્રોલ પંપ માલિકોએ હડતાળ કેમ ના કરી જ્યાં ઇંધણના ભાવ સૌથી વધુ છે? કારણ કે મુંબઇમાં બીજેપીની સત્તા છે અને દિલ્હીમાં બીજેપી હડતાળ કરાવી રહી છે. બીજેપીએ દિલ્હીવાસીઓ પાસે માફી માંગવી જાઇએ. નોંધનીય છે કે દિલ્હીમાં આજે પેટ્રોલ પંપ માલિકોએ હડતાળ પાડી છે જેનાથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




